પાટણ : એલર્ટમાં વાહન ચેકિંગનો લાભ ઉઠાવી નકલી પોલીસ બની તોડ કરતા 3 પકડાયા

0
45

પાટણ: શિહોરી હાઇવે ઉપર ભુતિયાવાસણા ગામ નજીક ગુરુવારે મધ્યરાત્રીએ ટવેરા ગાડી લઇને ત્રણ શખ્શો ક્રાઈમ બ્રાન્ચ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી રોડ પર આવતા વાહનોને ટ્રકો તપાસ કરી ચેકિંગ કરતાં હતા. રેત સપ્લાય ટ્રક રોકીને રૂ.50 હજારની માગણી કરતા રેત સપ્લાયરે આ બનાવની પોલીસને જાણ કરી પાટણ તાલુકા પોલીસે ત્રણ શખ્સો પકડી ટવેરા ગાડી જપ્ત કરી હતી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

હાલમાં ગુજરાત એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ઠેરઠેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થઇ રહ્યું છે, ત્યારે આવા સમયનો લાભ લઈ પાટણ જિલ્લાના પાટણ શિહોરી હાઈવે ઉપર આવેલ ભુતિયાવાસણા ગામ નજીક ગુરુવારે મધ્યરાત્રીએ 1 કલાકના અરસામાં બનાવટી પોલીસનો સ્વાંગ રચી ટવેરા ગાડી જીજે 9 બીબી 4627 ની લઇ વાહન ચેકિંગ માટે ઉભા રહ્યા હતા. ત્યાંથી પસાર થતાં ટ્રકને રોકી તેમની પાસેથી રૂપિયા 50 હજારની માગણી કરી હતી.

ટ્રકના ચાલકે તેના માલિક જય અંબે રેત સપ્લાયર પરેશભાઈ રાવલને જાણ કરી આ બાબતે પરેશભાઈને શંકા ઊભી થતાં તેઓએ પાટણ તાલુકા પોલીસને હકીકતની જાણ કરી હતી ત્યારે પાટણ તાલુકા પોલીસ પીએસઆઇ એ.એ.સુમરા સહિતનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી છે. આ બનાવટી પોલીસની તપાસ કરતાં શખ્શો એમની પાસેથી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ ઇન્ફોર્મેશનના અધિકારી-કર્મચારીઓ હોવાના ખોટા આઇડીપ્રૂફ મળી આવ્યા હતા.

ત્રણ શખ્શો ડાભી પ્રવિણસિંહ લીલાજી રહે.સિપોર, તાલુકો વડનગર, ઠાકોર બલાજી ઉર્ફે બળવંતજી ખેગારજી રહે. ડાભી ,તાલુકો ઊંઝા અને ઠાકોર ભારતજી અરજણજી રહે. સાપ્રા તાલુકો સરસ્વતી શખ્સોને ઝડપી પાડી પાટણ તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા. ત્રણેય સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અધિકારી પીએસઆઇ એ.એ.સુમરા ચલાવી રહ્યા છે એવું તાલુકા પી.આઇ એમ. એલ.પરમાર જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here