Friday, March 29, 2024
Homeપાટણ : પીપલાણામાં ખેતરમાં વાવેલો 500 કિલો ગાંજા અને અફીણનો જથ્થો ઝડપાયો
Array

પાટણ : પીપલાણામાં ખેતરમાં વાવેલો 500 કિલો ગાંજા અને અફીણનો જથ્થો ઝડપાયો

- Advertisement -

હારિજઃ પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે મળી હતી.જેના આધારે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં બે થી અઢી વિધા ખેતી પ્લોટમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને અફીણનો જથ્થો ઝડપતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

હારીજ તાલુકાના પીપલાણાના ખેડૂત જીવણજી સરતાનજીના ભલાણા માર્ગે આવેલા તળાવ બાજુના બે થી અઢી વિઘાના ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે વચ્ચે ગાંજો તેમજ અફીણના ડોડવાના વાવેતર કર્યું હતુ જે પોલીસને બાતમી મળતાં એસ.ઓ.જી પી.આઈ.ડી.એચ.ઝાલા રાધનપુર સી.પી.આઈ.રાઠવા અને હારીજ પી.એસ.આઈ.એચ.એલ.જોશી તેમજ પોલીસ સ્ટાફે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં અંદાજિત 500 કિલો લીલો ગાંજો તેમજ ગાજા ભેગોજ અફીણના છોડ ઝડપી પાડી ખેડૂત જીવણજી સરતનજી ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હારિજ પી.એસ.આઈ.એચ.એલ.જોશીના જણાવ્યા મુજબ સમગ્ર લીલો ગાંજો પોલીસ સ્ટાફ જોડે કાપણી કરાવવામા આવ્યો છે. જે જથ્થાને વજન કરવાની કર્યવાહી કરી તેની કિંમત નક્કી કરી એન.ડી.પી.એસ.મુજબ ગુનો નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular