Wednesday, December 8, 2021
Homeપાટણ : ભરતી પ્રક્રિયા રદ નહીં થાય તો આત્મ વિલપૉન કરશે...
Array

પાટણ : ભરતી પ્રક્રિયા રદ નહીં થાય તો આત્મ વિલપૉન કરશે તેવી ચીમકી…

રાજ્ય સરકાર ધ્વરા આઉટ સોરશીંગ પદ્ધતિ ને લઈ શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય થઇ રહયા ની બૂમો ની સાથે આઉટ સોરશીંગ કંપનીઓ શોષણ અને ગેરીતિઓ નો ઉત્તમ નમૂનો પાટણ જિલ્લા પંચાયત માં જોવા મળ્યો જેમાં મલ્ટીપ્લાહેલ્થ વોર્કર ની ભરતીમાં મેરીટ ની જગ્યાએ લગતા વળગતા ઉમેદવારો ને નોકરી ના ઓર્ડર આપતા તેમજ જે ઉમેદવાર ને અપોઈન્ટમેન્ટ ઓર્ડર મળ્યો હતો તેને બદલે બીજા ઉમેદવાર ની ભરતી કરતા આજે રોષે ભરાયેલ અરજદારો એ જિલ્લા પંચાયત ના જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત થઇ હતી

 

જિલ્લા પંચાયત પાટણ ધ્વરા ભરતી પ્રક્રિયા 11 મહિના ના કોન્ટ્રાકટ પર mphw ની જગ્યા માટે ઉમેદવારો લેવાના રાજ્ય સરકાર ધ્વરા રાજદીપ એન્ટરપ્રાઈઝ ને આઉટ સોર્સશીંગ ની કામગીરી અપાઈ છે અને આ માટે 9 ફેબ્રુઆરી ના રોજ જાહેરાત ઓપન ઇન્ટરવ્યુ ની પાડી હતી અને કેટલાક ઉમેદવારો પાટણ થી ગણાધીનગર ગયા હતા અને 5 જેટલા ઉમેદવારો ની પસંદગી પણ થઇ અને તેમને કોલ લેટર આપ્યા હતા પરંતુ આજે તેઓ જે તે જગ્યા એ હાજર થવા ગયા ત્યારે બીજા જ ઉમેદવાર ને લઈ એવું કીધું કે આજગ્યા 2 દિવસ પહેલાજ ભરાઈ ગઈ છે. આમ આજે નિરાશ થયેલા ઉમેદવારો એ રજૂઆત કરી હતી અને આ ભરતી પ્રક્રિયા રદ નહીં થાય તો આ યુવાનો આત્મ વિલપૉન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

રિપોર્ટર ચેતન રામી, CN24NEWS પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments