પાટણ : હારિજમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, PSI ઘાયલ

0
55

પાટણ: હારિજના અમરતપુરા વિસ્તારમાં સ્થાનિક સિનિયર અને સેકન્ડ પીએસઆઈ શનિવારે બપોરે તેમના સ્ટાફ સાથે દારૂની રેડ કરવા ગયા હતા ત્યારે મહિલાઓ તેમજ પુરુષોના ટોળાએ પથ્થરમારો કરતા પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા તેમજ સેકન્ડ પીએસઆઈને હાથ ઉપર પથ્થર વાગતા ઇજા થઇ હતી.હુમલાને પગલે પોલીસ ત્યાંથી પરત ફર્યા બાદ એલસીબી તેમજ અાસપાસની પોલીસ ઉતારી કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

શહેરના અમરતપુરા વિસ્તારમાં શનિવારના રોજ બપોરના સુમારે હારીજ પીએસઆઈ એચ એલ જોશી, સેકન્ડ પી.એસ.આઇ એમ બી જાડેજા તેમજ 13 જેટલા પોલીસ સ્ટાફ સાથે દારૂની રેડ કરી હતી. જેમાં જગાજી મથુરજી ઠાકોર અને મંગાજી કરણાજી ઠાકોરનાં ઘરમાં ઇંગ્લિશ દારૂ હોવાની બાતમીના આધારે રેડ કરતા જગદીશજી ના ઘરમાંથી 284 નંગ બોટલ રૂ.36,195 તથા દેશી દારૂ 40 લીટર રૂ 800 જ્યારે મંગાજી ના ઘર માંથી 187 નંગ બોટલ રૂ 16,269 મળી કુલ રૂ. 53264 નો મુદામાલ કબજે કરી પરત ફરતા હતા ત્યારે જગાજી મથુરજી ઠાકોર અને મંગાજી કરણાજી ઠાકોર સહીત 35 લોકોનું ટોળાએ ઘાતક હથિયારો અને પત્થરો લઇ હુમલો કર્યો હતો જેમાં સેકન્ડ પી.એસ.આઈ. એમ.બી જાડેજા ને જમણા હાથની કોણી આગળ પત્થર વાગતા ઈજા પહોંચી હતી જેમણે રેફરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હુમલામાં પોલીસની ગાડીનો આગળનો કાચ તુટી ગયો હતો. ઘટનાની જાણ જિલ્લા પોલીસને કરતા સમી, ચાણસ્મા, રાધનપુર પાટણ એલસીબી સહીત પોલીસ કાફલો દોડી આવ્યો હતો.બાદમાં ડીવાયએસપી એચ.કે.વાઘેલાએ ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. પોલીસે એક દારૂની અને બીજી હુમલાની ફરિયાદ દાખલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here