Wednesday, December 8, 2021
Homeપાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના જાન્યુઆરીના અંતમાં લગ્ન યોજાશે
Array

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના જાન્યુઆરીના અંતમાં લગ્ન યોજાશે

અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ સામે આવી છે. સુત્રોના જણાવ્યાં પ્રમાણે 26 અને 27 જાન્યુઆરીના રોજ હાર્દિક લગ્ન યોજાશે. આ અંગે હાર્દિક પટેલના પિતા ભરત પટેલે જણાવ્યું કે, હાર્દિકના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ સાદગીથી થશે. હાર્દિકના લગ્નમાં બન્ને પક્ષે 50-50 લોકો હાજરી આપશે. હાર્દિક પટેલ કિંજલ નામની યુવતી સાથે લગ્નગ્રંથીથી જોડાશે.

કિંજલનો પરિવાર પણ હાર્દિકના પરિવારની જેમ મૂળ વિરમગામનો છે અને હાલ સુરતમાં રહે છે. 27 જાન્યુઆરીએ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દિગસર ગામે હાર્દિક પટેલના કુળદેવી સમક્ષ હાર્દિક અને કિંજલ લગ્ન ગ્રંથીથી જોડાઈ જશે. મહત્વપૂર્ણ છે કે થોડા મહિના પહેલા હાર્દિકની બહેનના લગ્ન થયા હતા જેમા લગ્નના ખર્ચેને લઈને હાર્દિકને ઘણા લોકોએ સવાલો કર્યા હતા. આ અંગે મીડિયા સાથે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે જો મારી બહેનના લગ્નમાં 50 કરોડનો ખર્ચ થયો હોય તો મારા લગ્નમાં 100 કરોડનો ખર્ચ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments