પાણીની સમસ્યાને લઇને અમિત ચાવડાના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

0
45

આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ગામે બેતાલીસ ઠાકોર સમાજનો તેરમાં સમૂહલગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પાટણ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ ધારાસભ્ય કીરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

સમગ્ર સમૂહ લગ્નમાં તમામ દીકરીઓને મફત લગ્ન કરાવનાર દાતા તરીકે સિધ્ધપુર કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર હતા. તેમણે સમાજના યુવાનો પગ બહાર બંને તે માટે તેમને ૨૫ ગાડીઓની ચાવી તેમને સોપેલ યુવાનોને રોજગાળ મળે તે હેતુથી ચંદનજી ઠાકોરે પોતાના પૈસે ડાઉન પેમેન્ટ ભરીને યુવાનોને ગાડીઓના માલિક બનાવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. સમુહ લગ્ન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વીટીવી ન્યુઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં પીવાના પાણી, ઘાસચારો અને રોજગારીની ગંભીર સમસ્યા ઉભી થઇ છે.

જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં પણ સમી શંખેશ્વર રાધનપુર સાંતલપુર જેવા અંતરિયાળ ગામોમાં ખૂબ તકલીફ હોવાને લીધે આજે કોંગ્રેસનું ડેલીગેશન આ વિસ્તારોની મુલાકાત કરશે અને સ્થાનિકોને મળશે. કોંગ્રેસના આગેવાનો સ્થાનિકોની સમસ્યા સાંભળશે અને તેના નિરાકરણ માટેના પ્રયાસો કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here