પાણીની સમસ્યા મામલે કલેક્ટર કચેરીમાં બેઠક, સ્થાનિક આગેવાનો રહ્યા હાજર

0
28

રાજકોટમાં પાણીની સમસ્યા મામલે કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મોહન કુંડારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા છે. ઉપરાંત પાણી પુરવઠાના અધિકારીઓ, મનપાના અધિકારીઓને પણ બોલાવાયા છે.

જ્યાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ સાથે પાણી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તો બેઠકમાં ધારાસભ્ય અને સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું જો કે બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાણીની સમસ્યા ઉનાળાની શરૂઆતથી જ રાજ્યમાં મોટા પાયે પ્રવર્તી રહી છે. ગુજરાતના 110 થી વધારે ડેમોમાં પાણીનું ટીપુ પણ રહ્યું નથી ત્યારે માત્રને માત્ર આધાર એક નર્મદા નદી પર રહેવા પામ્યો છે.

સરકારે લીધો છે મોટો નિર્ણય
રાજકોટ શહેરમાં પાણીની તંગીની સમસ્યા હવે દૂર થશેરાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવામાં આવ્યા છે. જેને લઇ લોકોને પૂરતુ પાણી મળી રહેશે. પાણીની અછતને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

જેમાં આજી ડેમમાં 400 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે. જ્યારે ન્યારી ડેમમાં 100 MCFT પાણી છોડાયું છે. ન્યારી અને આજી ડેમમાં ચોમાસા સુધી ચલાવી શકાય તેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ હવે રાજકોટમાં સર્જાતી પાણીની તંગીની સમસ્યા દૂર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here