પાણીપુરી ખાવાના શોખીનો માટે એક સારા સમાચાર છે. હવે પાણીપૂરીના શોખીનો પાણીપુરી ખાતી વખતે હાઈજીનની ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે કોઈ માણસ નહીં પણ મશીન જ તમને પાણીપુરી બનાવી આપશે.
બેંગલુરૂમાં મિસ્ટર પાણી પુરી આઉટલેટ ખુલ્યા છે. જ્યાં મસીન દ્વારા પાણીપુરી બનાવવામાં આવે છે. જેમાં માટે પારંપાતિક પાણીપુરીનો સ્વાદ મળે છે અને સ્વાસ્થ્યને પણ કોઈ જ નુંકશાન ના થતુ હોવાનો દાવો કરવામાં આવે છે.
મિસ્ટર પાણીપુરી કંપનીએ બેંગલુરૂમાં બે જગ્યાએ પાણીપુરીના વેડિંગ મશીન મુક્યા છે. જેમાંથી એક ઈટીએલ મોલ, વિનયપેટમાં છે તો બીજુ જીટી મોલ, મગડી રોડ પર છે. આ મશીનને અમદાવાદની પાણીપુરી વેચતી કંપની વોટર શોટ્સે બનાવ્યું છે. વર્ષ 2018માં ભારતનું પહેલુ પાણીપુરીનું વેડિંગ મશીન અમદાવાદમાં જ લગાવવામાં આવ્યું હતું.
આ મશીનનો હેતુ પારંપારિક મસાલેદાર, સ્વાદથી સભર પાણીપુરી બનાવવાની સાથોસાથ ગ્રાહકને તેમના સ્વાદની પસંદગી કરવાની આઝાદી પણ છે. આ મશીનમાં ગ્રાહકો પોતાની નમપસંદનું પાણીનો સ્વાદ માણી શકે છે.
આ મશીનની કિંમત 6 લાખ રૂપિયા છે. તેમાં બે કંટેનર લાગેલા છે, એકમાં મીઠું પાણી તો બીજામાં ખાટુ કે ચટપટુ. જેથી હવે ગ્રાહકે એ કહેવાની પણ જરૂર નથી કે ભાઈ, એક પુરી મીઠા પાણીમાં બનાવજો. માત્ર મીઠા પાણીનું બટન દબાવતા જ તમને તેનો સ્વાદ મળી જશે.
તેવી જ રીતે પાણીપુરી સ્વાસ્થ્ય માટે લાભદાયક છે કે કેમ તેને લઈને અવારનવાર વિવાદ છેડાય છે. પાણીપુરી બનાવતી વખતે લોકોના સ્વાસ્થ્યને ધાનમાં નાઅ રાખવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે પણ આ મસીને તેને પણ દૂર કરી છે.