Sunday, September 19, 2021
Homeપાદરા પાસે વડુ CHCમાં સ્ટાફ અનિયમિત આવતા લોકોનો હોબાળો, આરોગ્ય કેન્દ્રને તાળા...
Array

પાદરા પાસે વડુ CHCમાં સ્ટાફ અનિયમિત આવતા લોકોનો હોબાળો, આરોગ્ય કેન્દ્રને તાળા મારવાની ચીમકી

વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અનિયમિત આવતા તબીબો અને સ્ટાફથી ત્રાસી ગયેલા ગ્રામજનોએ આજે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધસી જઇ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, શોભાના ગાંઠીયા સમાન આ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું તંત્ર સુધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાળાં મારી દઇશું.

પાદરા તાલુકાના વડુ ગામમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે. આ આરોગ્ય કેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી રામ ભરોસે ચાલે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. રાહુલ ચંદેલ તેમજ હોસ્પિટલનો સ્ટાફ અનિયમિત આવતો હોવાથી દર્દીઓને કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને પણ સ્ટાફના અભાવે નિયમિત તપાસ થતી ન હતી. અને નિયમિત દવાઓ મળતી ન હતી. આજે ફરજ ઉપર તબીબ ડો. રાહુલ ચંદેલ 10.35 વાગે આવતા દર્દીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10.30 સુધી ડોક્ટર કે સ્ટાફ આવ્યો નથી. તેવી જાણ ગ્રામજનોને થતાં ગામના લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. અને હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ જિલ્લા આરોગ્ય અધિકારીને ફોન કરીને તત્કાલિક હોસ્પિટલ ખાતે આવવા ફરજ પાડી હતી. પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી હોસ્પિટલ પહોંચ્યા ન હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણાં સમયથી લાલીયાવાડી ચાલી રહી છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. જો સામૂહિક આરોગ્ય કેન્દ્રનું તંત્ર સુધારવામાં નહિં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments