Thursday, October 28, 2021
Homeપાદરીઓ નનનું યૌન શોષણ કરે છે, તેઓને દાસી બનાવીને રાખે છેઃ પોપ...
Array

પાદરીઓ નનનું યૌન શોષણ કરે છે, તેઓને દાસી બનાવીને રાખે છેઃ પોપ ફ્રાન્સિસનો ખુલાસો

મિડલ ઇસ્ટઃ મિડલ ઇસ્ટ દેશોની મુલાકાતે પહોંચેલા પોપ ફ્રાન્સિસે પાદરીઓની તરફથી અનેક નનનું યૌન ઉત્પીડન થતું હોવાનો સ્વીકાર કર્યો છે. પોપ અનુસાર, આમાંથી એક કિસ્સો એવો પણ હતો, જ્યાં કેટલીક નનને સેક્સ ગુલામ બનાવીને રાખવામાં આવી હતી. તેઓના પૂર્વ પોપ બેનડિક્ટને એવી નન્સની આખી ધર્મસભાને જ બંધ કરાવી પડી હતી, જેનું પાદરી શોષણ કરી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે, આ પહેલો પ્રસંગ છે જ્યારે પોપ ફ્રાન્સિસે પાદરીઓ તરફથી નન્સના યૌન શોષણની વાતનો સ્વીકાર કર્યો છે. પોપ ફ્રાન્સિસે કહ્યું કે, ચર્ચ આ સમસ્યાના સમાધાનના પ્રયાસોમાં છે, પરંતુ આ મુશ્કેલી હજુ પણ યથાવત છે.

પોપ ફ્રાન્સિસ હાલ મિડલ ઇસ્ટની ઐતિહાસિક મુલાકાતે છે. તેઓએ મંગળવારે પત્રકારોના સવાલોના જવાબમાં નનોને યૌન શોષણને લઇને ચર્ચા કરી હતી. પોપે કહ્યું કે, હાલ આ મુશ્કેલીને લઇને અનેક પાદરીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ આગળ પણ પ્રયાસ ચાલુ રહેવા જરૂરી છે.

સમસ્યાની જાણકારી છેઃ પોપ

પાદરીઓ નન્સનું શોષણ કરે છે
  • પોપે માન્યું કે, પાદરી અને બિશપ નન્સનું શોષણ કરતા રહે છે. આ વાતનો ખ્યાલ ચર્ચને છે અને તે તેના પર કામ કરી રહી છે. અમે આ રસ્તે ઉકેલ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
  • પોપ બેનડિક્ટે મહિલાઓની એક સભાને ભંગ કરવાનું સાહસ દેખાડ્યું કારણ કે, પાદરીઓ અથવા સંસ્થાપકોએ ત્યાંની મહિલાઓને દાસી બનાવીને રાખી હતી. ત્યાં સુધી કે તેઓને સેક્સ ગુલામ સુદ્ધાં બનાવી દેવામાં આવી હતી. આ સમસ્યા લાંબા સમયથી છે પરંતુ મોટાંપાયે આવું ખાસ ધર્મસભાઓ અને અમુક ક્ષેત્રોમાં જ થાય છે.
    – ગત વર્ષે નવેમ્બરમાં કેથલિક ચર્ચ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ફોર નન્સે ચૂપ રહેવા અને ગોપનીયતા જાળવવાની પરંપરાની નિંદા કરી હતી, જે તેઓને પોતાના મુદ્દા સામે લાવવાથી અટકાવે છે.
  • થોડાં દિવસ પહેલાં વેટિકનની મહિલાઓની પત્રિકા વિમેન ચર્ચ વર્લ્ડે શોષણની નિંદા કરતા કહ્યું હતું કે, અમુક મામલે નન તેઓના ગર્ભમાં ઉછરી રહેલા પાદરીઓના બાળકોના ગર્ભપાત કરાવવા માટે પણ મજબૂર થઇ હતી. જ્યારે કેથલિક માટે ગર્ભપાત કરાવવાની મનાઇ છે. આ પત્રિકા અનુસાર, #MeToo મૂવમેન્ટ બાદ મહિલાઓ પોતાની મુશ્કેલીઓ દુનિયા સામે લાવી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments