Wednesday, September 29, 2021
Homeપાર્ટનરશિપ : ભારતમાં લૂના જોખમનું અનુમાન લગાવવા માટે AI મોડેલનો બીજો ફેઝ...
Array

પાર્ટનરશિપ : ભારતમાં લૂના જોખમનું અનુમાન લગાવવા માટે AI મોડેલનો બીજો ફેઝ શરૂ

ટેક કંપની માઈક્રોસોફ્ટ ઈન્ડિયાએ SEEDS (સસ્ટેનેબલ એન્વાયર્મેન્ટ એન્ડ ઈકોલોજીકલ ડેવલપમેન્ટ સોસાયટી) સાથે પાર્ટનરશિપ કરી છે. બંને કંપનીએ ભારતમાં લૂ (હીટ વેવ્સ)નાં જોખમની ભવિષ્યવાણી માટે AI (આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ) મોડેલ ‘સની લાઈવ્સ’નાં ટેસ્ટિંગનું બીજું ચરણ શરુ કરવાની જાહેરાત કરી છે.

આ એક સ્કેલેબલ મોડેલ છે જેને ભવિષ્યમાં આવતા ભૂકંપ, તોફાન, જંગલની આગ અને જૈવિક વિપત્તિને સામેલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. ગત વર્ષે દેશમાં કુદરતી આફતવાળા તટીય ક્ષેત્રોમાં ચક્રવાત અને પૂર માટે આ મોડેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

1.25 લાખ લોકોને મદદ મળશે
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાએ જણાવ્યું કે, બીજો ફેઝ મુખ્ય શહેરી હીટ વેવ્સ એરિયામાં લૂના જોખમથી જોડાયેલા મોડેલના ડેવલપિંગ સાથે શરૂ થયો છે. SEEDS 2021મા કુદરતી આફતની આગોતરી ચેતવણી આપી હીટ વેવ્સના જોખમનો સામનો કરી રહેલા 1,25,000 લોકોની મદદ કરશે.

હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજરીનો ઉપયોગ થશે
આ AI મોડેલ સમાધાન ભારતમાં આફત પ્રતિરોધી સમુદાયોના નિર્માણ માટે માઈક્રોસોફ્ટની ગ્લોબલ ઈવેન્ટ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર હ્યુમેનિટેરિયન એક્શન’ હેઠળ ડેવલપ કરાયું છે. આ મોડેલ આફતની ભવિષ્યવાણી કરવા માટે હાઈ રિઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજરી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોડિંગ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરે છે.

દુનિયાભરમાં હીટવેવનો ફેલાવો
કંપનીએ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જને કારણે ભારતમાં અને ગ્લોબલી CHZ (કોર હીટવેવ ઝોન)માં હીટવેવનું પ્રમાણ વધ્યું છે. જોકે હીટવેવ સંબંધિત જોખમની ધારણા ખુબ ઓછી છે. તેને મોટા પાયે એક બહારની ઘટના તરીકે માનવામાં આવે છે. તેમાં આપત્તિ પ્રતિક્રિયા અધિકારીઓ દ્વારા જોખમ સલાહકાર પ્રસાર પર કોઈ જોર આપવામાં આવતું નથી.

નુક્સાન ઓછું કરવામાં મદદ મળશે
માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના કોર્પોરેટ મામલાના ડાયરેક્ટર- CSR, મંજુ ધસ્માના જણાવે છે કે, SEEDS સાથે કંપનીની પાર્ટનરશિપ ક્લાઉડ અને AI જેવી ટેક્નોલોજીની શક્તિ લાવવાનો એક એવો પ્રયાસ છે જેમાં રાહત સંશાધનોને વધારે કુશળ અને પ્રભાવી રીતે માર્શલ કરી નુક્સાન ઓછું કરી શકાય છે.

તેમણે કહ્યું કે, આ ટેક્નોલોજીથી જલ્દી મદદ મળશે અને વહેલી તકે રાહત કર્મીઓને નિર્ણય લેવામાં મદદ કરશે. આ વર્ષે ઓરિસ્સામાં 75 લાખથી વધારે લોકો ચક્રવાત ‘યાસ’થી પ્રભાવિત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments