પાર્ટીઓના મુસ્લિમ લીગ અને હિન્દુ સેના જેવા ધાર્મિક નામ ન હોવા જોઈએ, હાઈકોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

0
41

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જનહિતની અરજીમાં રાજકીય દળોના નામોમાં ધાર્મિક અને જાતિગત શબ્દોના ઉપયોગ પર વાંધો ઉઠાવાયો છે. આ અંગે કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. અરજીમાં અસુદદ્દીન ઔવેસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજસિલ-એ-ઈત્તેહાદુલ મુસલમીન(AIMIM), ઈન્ડિયન યૂનિયનમુસ્લિમ લીગ(IUML), હિન્દુ સેના જેવી પાર્ટીઓનો ઉલ્લેખ છે.

ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ અનુપ જે ભંવાની ડિવીઝન બેંચના આ મામલામાં સુનાવણી કરી હતી. અરજી વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે. જેમાં જાતિ, ધર્મ અને ભાષા સાથે જોડાયેલા નામ રાખવાવાળા અને રાષ્ટ્રીય ધ્વજ જેવા ચિન્હનો ઉપયોગ કરવા વાળા રાજકીયદળોની સમીક્ષા કરવાની માગ કરવામાં આવી છે. અરજદારના કહ્યા પ્રમાણે દેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે આ પગલુ ભરવું જરૂરી છે. અરજીમાં એવું પણ કહેવામા આવ્યું છે કે આ દળ ત્રણ મહિનામાં પોતાના નામ નહીં બદલે તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ. અરજી પર આગામી સુનાવણી 17 જુલાઈએ કરાશે.

અરજીમાં દાવો- આ જનપ્રતિનિધિ કાયદા વિરોધી

 અરજદારનું તર્ક છે કે ધર્મો સાથે સંબંધિત અથવા રાષ્ટ્રીય ધ્વજ જેવા પ્રતીકોનો ઉપયોગ જનપ્રતિનિધિત્વ કાયદો (RPA) 1951 હેઠળ ભ્રષ્ટ પ્રવૃતિ સમાન છે. સાથે જ આ પ્રવૃત્તિ ઉમેદવારની સંભાવનાઓને પણ અસર કરી શકે છે. વકીલે કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓ પ રાષ્ટ્રીય ધ્વજ જેવા ચિન્હવાળો ધ્વજનો  ઉપયોગ કરવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here