પાલનપુરના જસપુરીયા ગામે જમીન બાબતે જૂથ અથડામણ,નવને ઇજા

0
17

પાલનપુર: પાલનપુર તાલુકાના જસપુરીયા ગામે શનિવારે એક પ્રજાપતી પરીવારના બે જુથો વચ્ચે જમીનની બાબતને લઇ શનિવારે માથાકુટ થઇ હતી.જેમા બે જુથો સામસામે અથડાતા 9 લોકોને ઇજાઓ થઇ હતી.જેમને સારવાર અર્થે પાલનપુર સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. પાલનપુર તાલુકાના જસપુરીયા ગામે પ્રજાપતિ પરીવારના બે જુથો વચ્ચે શનિવારે જમીનની બાબતને લઇ તીક્ષ્ણ હથીયારો વડે મારમારી થઇ હતી.જે મારામારી દરમ્યાન પરીવારના 9 લોકોને ઇજાઓ પહોચી હતી.જેમા કેટલાકના માથા ફુટ્યા તો કેટલાકને શરીર પર ઇજાઓ થઇ હતી.જેમને સારવાર અર્થે પાલનપુરની સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.ત્યારે પોલીસે સિવીલ હોસ્પીટલમા પહોચી ફરીયાદ નોધવાની તજવીજ હાથધરી હતી.

ઘવાયેલા લોકો
અમરતભાઇ મુળાભાઇ પ્રજાપતી (ઉ.વ50)
પરેશભાઇ રમેશભાઇ પ્રજાપતી (ઉ.વ22)
હરિકૃષ્ણ દિપકચંદ પ્રજાપતી(ઉ.વ49)
અમરતભાઇ મગનભાઇ પ્રજાપતી(ઉ.વ50)
પિયુશ કાન્તિભાઇ પ્રજાપતી(ઉ.વ33)
રમેશભાઇ હીરાભાઇ પ્રજાપતી(ઉ.વ35)
રમેશભાઇ મણીલાલ પ્રજાપતી(ઉ.વ55)
જયંતીભાઇ મણીલાલ પ્રજાપતી(ઉ.વ50)
જયંતીભાઇ મગનભાઇ પ્રજાપતી(ઉ.વ55)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here