Sunday, September 19, 2021
Homeપાલનપુરમાં CM ની કાર સામે કોંગી કાર્યકરોની નારેબાજી, બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે...
Array

પાલનપુરમાં CM ની કાર સામે કોંગી કાર્યકરોની નારેબાજી, બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

પાલનપુર: સુરત બાદ પાલનપુરમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરથી ભટોળ ઉમેદવારી નોંધવવા જતાં હતા ત્યારે ત્યાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર પસાર થતાં ચોકીદાર ચોર હૈના નારા લાગ્યા હતા. બંને પાર્ટીના કાર્યકરોના ઘર્ષણને પગલે વાતાવરણ તંગ બન્યું હતું.

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી બંને પાર્ટીના ઉમેદવારો સમર્થકો સાથે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેમાં ઉમેદવાર પરબત પટેલની ગાડી આગળ અને મુખ્યમંત્રીની કાર આગળ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધી નારા લગાવ્યા હતા. તો કોંગ્રેસના કાર્યકરોને શાંત કરવાનું કામ પરથી ભટોળે ખુદ કરવું પડ્યું હતું. તંગ બનેલી સ્થિતિને સંભાળીને પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments