Monday, September 27, 2021
Homeપાલનપુર ના એજ્યુકેશન ટ્રસ્ટમાં આનંદીબેન પટેલની કાયમી ટ્રસ્ટી તરીકેની નિમણૂક પર સ્ટે
Array

પાલનપુર ના એજ્યુકેશન ટ્રસ્ટમાં આનંદીબેન પટેલની કાયમી ટ્રસ્ટી તરીકેની નિમણૂક પર સ્ટે

અમદાવાદ: પાલનપુરના ટ્રસ્ટના વિવાદમાં કાયમી ટ્રસ્ટી તરીકે મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરતા ચેરિટી કમિશનરના હુકમને હાઇકોર્ટે સ્ટે કરી દીધો છે. ચેરિટી કમિશનર દ્વારા કાયમી ટ્રસ્ટી તરીકે આનંદીબેન પટેલની કરાયેલી નિમણૂકને હાઇકોર્ટમાં પડકારાઈ હતી.

ટ્રસ્ટી નિમણૂકને સ્થાનિકોએ પડકારી હતી

પાલનપુર પાસે ચોડતર ખાતે આવેલાં વિમલાબેન અને સારાભાઇ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં આનંદીબેન પટેલને કાયમી ટ્રસ્ટી બનાવવાના નિર્ણયને હરિભાઇ પટેલ સહિત અન્યએ એડવોકેટ દિગંત પોપટ મારફતે હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે, જેમાં એવી રજૂઆત કરાઇ છે કે, મહેશ શાહે કેટલાક લોકોની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી દીધી છે. આ નિર્ણય સામે અમદાવાદ ચેરિટી કમિશનર સમક્ષ અપીલ દાખલ કરાઈ હતી.

ચેરિટી કમિશનરે આનંદીબેન પટેલને કાયમી સભ્ય તરીકે નિયુક્ત કરી અન્ય સભ્યોની નિમણૂક કરવાની તેમને વિનંતી કરી હતી. રાજ્યપાલ ટ્રસ્ટી બની શકે કે કેમ તે બાબતની પણ ચેરિટી કમિશનર દ્વારા ચકાસણી કરાઇ નથી.

પરવાનગી લીધેલી છે

મહેશ શાહે ચેરિટી કમિશનર સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, તેમણે આનંદીબેનની પરવાનગી લીધી છે. તેમને જો ટ્રસ્ટી બનાવવામાં આવે તો વાંધો નથી. આથી ચેરિટી કમિશનરે તેમને ટ્રસ્ટી બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments