Wednesday, December 8, 2021
Homeપાલનપુર: પરેડમાં સ્ટન્ટ કરતી મહિલા પોલીસકર્મી પટકાઈ, બાઈકની અડફેટે 5 બાળકો ઈજાગ્રસ્ત,...
Array

પાલનપુર: પરેડમાં સ્ટન્ટ કરતી મહિલા પોલીસકર્મી પટકાઈ, બાઈકની અડફેટે 5 બાળકો ઈજાગ્રસ્ત, CM હોસ્પિટલ દોડ્યા

પાલનપુર: રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મહિલા પોલીસ ખુલ્લા હાથે બાઇક પર ઝાંસીની રાનીનો સ્ટન્ટ કરતી હતી. અચાનક જ બાઇક પરથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. બાઈક સીધું ગેલેરીમાં જતાં કાર્યક્રમ નિહાળી રહેલા બાળકો પર ફરી વળ્યું હતું. જેમાં પાંચ બાળકોને ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા હતા. ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દોડી ગયા હતા.

મુખ્યમંત્રી રૂપાણી સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ પૂરો કરીને સીધા પાલનપુર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમની સાથે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, મુખ્ય સચિવ જે એન સિંઘ સહિતના અધિકારીઓ પણ દોડ્યા હતા. ત્યાં ઇજાગ્રસ્ત તમામ બાળકો તેમજ મહિલા પોલીસના હાલચાલ પૂછ્યા હતા. સાથે જ તેમની લોકોની કાળજી લેવા માટે સૂચનો કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments