પાલીતાણામાં આજે CM રૂપાણીનાં હસ્તે નર્મદા નીરનાં વધામણા કરાયા

0
14

રાજકોટ:આજે શેત્રૂંજી ડેમ ખાતે CM વિજય રૂપાણીનાં હસ્તે નર્મદાના નીરના વધામણા થયા છે. પાલિતાણા ખાતે આજે સવારે સૌરાષ્ટ્રના જળાશયોમાં નર્મદાના પાણીથી ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી ભાવનગરના શેત્રુંજી ડેમ સુધીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે સૌની યોજના-સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કુલ ત્રણ તબક્કામાં આકાર લેનારી આ યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કાની કામગીરીની પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાલિતાણાના જીનદાસ ધર્મદાસ પેઢીના મેદાન ખાતે ભીમડાદથી શેત્રુંજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવામાં આવ્યું હતું. આ તકે મનસુખ માંડવિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સાથે જ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કુલ રૂ.23.73 કરોડના ખર્ચે તૈયાર ભાવનગર પોલીસ સ્ટાફ માટેના બહુમાળી ક્વાર્ટર્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, શેત્રુંજીથી રાયડી જળાશય સુધીની કામગીરી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણાધીન તરસમિયા, ભાવનગર ખાતેના EWS-1 તથા EWS-2ના કુલ 2496 આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here