પાલીતાણા નાં નોંધણવદરમાં અસામાજીક તત્વોએ ગરીબ પરિવારનું મકાન પાડ્યું

0
0

ભાવનગર:પાલીતાણા તાલુકાનાં નોંઘણવદર ગામે ભૂમાફિયા અને જમીનો પચાવી પાડનારા લેભાગું તત્વોથી ગ્રામજનો પરેશાન થયા છે. નોંઘણવદર ગામે રહેતા એક ગરીબ પરીવારનાં શામજીભાઈ ગોહિલના મકાનને ગામના માથાભારે ભૂમિ માફિયાએ પાડી નાખ્યા છે. જેને લઈને પરિવાર મકાન વિહોણું બન્યું છે. મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની ફરજ સતાવી રહી છે. જેથી આ સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો ઉમેરી તપાસ હાથ ધરી:આ ગરીબ પરિવારને ન્યાય મળે એવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમિ માફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે એવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યા છે.

આ ઘટનાને લઈને મોડી રાત્રે નોંઘણવદર ગામે દલિતનું મકાન પાડી જ્ઞાતિ વિષે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મહત્વનું છે કે નારણ માધા, મનજી માધા, કલ્યાણ માધા, બેચર રામસંગ, દીપસંગ હરસંગ, નારણભાઈનો નાનો ભાઈ તથા મનજી જેસીંગભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે તમામે એક સંપ કરી ફરીયાદીનું મકાન તોડી પાડી ફરિયાદીને જ્ઞાતિ વિશે અપમાનિત કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here