પાવાપુરી પાપલીલામાં નવો વળાંક, પીડિતા અને પતિને 10 લાખથી વધુ રકમ અપાયાની ચર્ચા

0
0
આ બન્ને મહારાજ તથા પીડિત મહિલા સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે.
  • આ બન્ને મહારાજ તથા પીડિત મહિલા સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે.

સાબરકાંઠા : ઈડર-અંબાજી હાઈવે પર આવેલા પાવાપુરી પ્રકરણમાં વધુ એક નવો ફગળો ફૂટ્યો છે. પીડીતા અને તેના પતિને 10 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનામા સમગ્ર સાબરકાંઠાના જૈન સમાજમાં શુક્રવારે પણ જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો હતો.

ગઇકાલે ઇડરમાં નાયબ કલેક્ટર અને DY.SP તથા PI ને રજુઆત કરવા માટે જૈન સમાજના લોકો પહોંચ્યા હતા. બંન્ને જૈનાચાર્યો મ.સા. કલ્યાણસાગર અને રાજતિલકસાગર (રાજા મહારાજ ) સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેઓએ આ અંગેની તપાસ પોલીસને બદલે સીઆઈડી ક્રાઈમને સોંપવાની માગણી કરી છે. તેમજ આ બન્ને મહારાજ તથા પીડિત મહિલા સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે.

રૂપિયાનાં સોદાની ઓડિયો ક્લિપ વાયરલ

પીડિતા અને તેના પતિ સુરતથી ઈડર આવીને દુષ્કર્મ થયાની ફરીયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. બાદમા અચાનક જ પીડિતાએ પલ્ટી મારીને પોલીસને એવુ નિવેદન આપ્યું કે તેની સાથે દુષ્કર્મ થયું નથી. જેને પગલે એવી ચર્ચા થઈ રહી છે કે, પીડિતા અને તેના પતિને 10 લાખથી વધુની રકમ આપી દેવાઈ છે. આ સોદાની લેતીદેતીની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પીડિતાએ નિવેદન ફેરવી દીધું

જલમંદિરના જૈન મહારાજો દ્વારા પરિણીતાઓ સાથેના કથિત વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં જોવા મળેલી પીડિતાએ ઈડર પોલીસને નિવેદન આપ્યું હતું કે, ફરિયાદીએ તેને મોબાઈલ આપીને જૈન મહારાજોનો વ્યાભિચાર રેકોર્ડ કરવાની ગોઠવણ કરી આપી હતી. ફરિયાદીઓ દ્વારા તેને ધાકધમકી આપવામાં આવી હતી. જ્યાં સુધી મોબાઈલમાં વીડિયો ક્લિપ ન અપાય ત્યાં સુધી બાળકો તેમની પાસે રખાયા હતા.

પીડિતાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે કે ફરીયાદી આશિત દોશીએ તેમને પાવાપૂરીની મેનેજર અને તેના પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપી હતી.આ સંદર્ભમાં બંન્ને મહારાજાએ ઠરાવ પણ કર્યો હતો. બન્નેની સહી સાથેના પાવાપૂરી સમ્મેત શિખર તીર્થધામનો લેટરપેડ પણ સામે આવ્યો છે. પીડિતાનાં પતિને ટ્રસ્ટી તરીકે દર મહિને ૨૫ હજારનો પગાર આપવાનું પણ નક્કી કરાયુ હતું.

તપાસની માંગણી

સાબરકાંઠા જૈન સમાજનાં શ્રેષ્ઠીઓ, મહિલાઓએ પ્રાંત અધિકારીને, પોલીસ વડાને આવેદન પત્ર આપ્યું છે. જેમા બન્ને મહારાજ મ.સા. કલ્યાણસાગર અને રાજતિલકસાગર (રાજા મહારાજ ) તેમજ બીભત્સ વીડિયોમાં સામેલ ઈડર તાલુકાની પરંતુ હાલમાં સુરતમાં રહેતી મહિલા સામે તપાસની માંગણી છે. કેમકે આ મામલે તપાસ કરી રહેલી ઈડર પોલીસની ભૂમિકા સામે લોકોને પહેલેથી જ શંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here