પાસપોર્ટ નહીં હોય તો પણ આ 2 દેશમાં જઈ શકાશે, સરકારે રાખી છે ફક્ત આ શરતો

0
24

જેમની વય 65 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી હોય એવા ભારતીયો માટે નેપાળ અને ભૂટાનના પ્રવાસે જવા માટે હવેથી આધાર કાર્ડ કાયદેસર રીતે માન્ય ટ્રાવેલ દસ્તાવેજ ગણાશે. નેપાળ અને ભૂટાનની યાત્રા કરતાં 15 વર્ષથી નાની ઉંમરનાં અને 65 વર્ષથી વધુ વયનાં ભારતીયો માટે આધારકાર્ડ હવે માન્ય યાત્રા દસ્તાવેજ ગણાશે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉક્ત આયુ વર્ગમાં ન આવતાં પ્રવાસીઓ માટે બન્ને પાડોશી દેશમાં આધાર યાત્રા દસ્તાવેજ તરીકે માન્ય ગણાશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ બન્ને દેશોમાં ભારતીયોને યાત્રા-પ્રવાસ માટે વિઝાની આવશ્યકતા નથી.  ઉલ્લેખનીય છે કે, નેપાળ અને ભૂટાનમાં માન્ય પાસપોર્ટ ધારક ભારતીયને મુલાકાત માટે વિઝાની જરૂર નથી. તેમને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલું કોઈ ફોટો ઓળખપત્ર અથવા તો ચૂંટણી કાર્ડ બતાવવાનું રહે છે. જ્યારે 65થી મોટી અને 15 વર્ષથી નાની ઉંમરનાં પ્રવાસીઓને પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, રાશન કાર્ડ જેવી કોઈ ઓળખ આપવાની થતી હતી.

ભારત-ભૂટાન વચ્ચે 8-10 હજાર જેટલા દૈનિક કામદારો આવ-જા કરે છે

હવે આ યાદીમાં આધારકાર્ડનો પણ ઉમેરો કરી દેવામાં આવ્યો છે. ભૂટાન દેશ ભારત સાથે ચાર રાજ્યો સિક્કીમ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સાથે સરહદ બનાવે છે. ત્યાં આશરે 60 હજાર ભારતીયો વસે છે. તેઓ મુખ્યત્વે હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર તથા બાંધકામ ઉદ્યોગોમાં કામ કરે છે. તે ઉપરાંત સરહદીય નગરોમાંથી દરરોજ ભારત-ભૂટાન વચ્ચે 8-10 હજાર જેટલા દૈનિક કામદારો આવ-જા કરે છે.

ભારત સાથે નેપાળની 1,850 કિ.મી. લાંબી સરહદ

ભારતના પાંચ રાજ્યો સિક્કીમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે નેપાળની સરહદ લાગે છે. ભારત સાથે નેપાળની 1,850 કિ.મી. લાંબી સરહદ છે. નેપાળમાં આશરે 6 લાખ જેટલા ભારતીયો વસે છે. જેમાં એવા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે જેઓ લાંબા સમયથી નેપાળમાં રહે છે. બીજા ભારતીયોમાં ડોક્ટરો, એન્જિનિયર્સ, આઈટી ક્ષેત્રના કામદારો જેવા વ્યાવસાયિકો છે, અન્ય મજૂરો છે જેઓ બાંધકામ ક્ષેત્રમાં કામ કરે છે. આધાર એ 12-આંકડાનો યુનિક ઓળખ નંબર છે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ નાગરિકોને ઈસ્યૂ કર્યો છે. અનેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધાર નંબર હોવો ફરજિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here