પાસ કન્વીનર અલ્પેશ કથિરીયાને લાજપોર જેલમાંથી સરથાણા પોલીસે રાયોટીંગના ગુનામાં કબ્જો મેળવ્યો

0
28

સુરતઃરાજદ્રોહના ગુનામાં જામીન બાદ શરતભંગની પોલીસની અરજી બાદ કોર્ટે જામીન રદ કરતાં અલ્પેશ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. બાદમાં મિત્રના લગ્નમાંથી ક્રાઈમ બ્રાંચે અલ્પેશને ઝડપી લઈને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારે આજે સરથાણા પોલીસે રાયોટીંગના ગુનામાં ફરી તેનો કબ્જો મેળવ્યો હતો. અલ્પેશનો કબ્જો સચિન પોલીસ સ્ટેશનથી સરથાણા પોલીસને આપવાનો હોવાથી પાસના કાર્યકરો સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથિરીયા અને પાસના કાર્યકરો દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હોવાના આરોપ સર અલ્પેશ કથિરીયાની ધરપકડ માટે સરથાણા પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખતાં સરથાણા પોલીસે અલ્પેશનો લાજપોર જેલમાંથી કબ્જો લેવા માટે સચિન પોલીસ સ્ટેશન પહોંતી હતી. જ્યાં અલ્પેશ કથિરીયાને લાવવામાં આવતાં પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here