Thursday, August 5, 2021
No menu items!
Homeપિત્રોડા : 300 લોકો ના મોત થયા હોય તો સરકાર પુરાવો આપે...
Array

પિત્રોડા : 300 લોકો ના મોત થયા હોય તો સરકાર પુરાવો આપે , મોદી : વિપક્ષ સતત સેના નું અપમાન કરે છે

નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ હવે ભારતીય એરસ્ટ્રાઈક સામે સવાલ ઉભા કર્યા છે. ન્યૂઝ એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે, જો સરકાર કહે છે કે, 300 લોકોના મોત થયા છે તો તે વિશે પુરાવા આપવા જોઈએ. આ માત્ર હું નહીં પરંતુ સમગ્ર દેશ જાણવા માગે છે. મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત ઘણાં ન્યૂઝ પેપર્સમાં રિપોર્ટ્સ વાંચ્યા છે કે ભારતીય હુમલામાં કોઈનું મોત નથી થયું. હું ખરેખર જાણવા માંગુ છું કે, શું ખરેખરમાં કોઈ હુમલો થયો હતો? સામ પિત્રોડાના આ નિવેદન સામે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, વિપક્ષ સતત સેનાનું અપમાન કરી રહી છે.

ભારતીય લડાકુ વિમાનોએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સીમામાં મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ બરબાદ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હુમલામાં 350 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

130 કરોડ લોકો માફ નહીં કરે: પિત્રોડાના આરોપમાં મોદીએ ટ્વિટ કર્યું છે કે, વિપક્ષ સતત આપણી સેનાનું અપમાન કરી રહી છે. હું દરેક ભારતીયોને અપીલ કરું છું કે, વિપક્ષના નિવેદનો સામે સવાલ ઉભા કરે. 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહીં કરે. સમગ્ર ભારત સેના સાતે મજબુતીથી ઉભુ છે.

પિત્રોડા 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો મેનિફેસ્ટો તૈયાર કરનાર સમિતિમાં છે. તેમણે કહ્યું કે, હું એક ગાંધીવાદી છું અને પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઈએ તે મતનો છું. મારુ માનવું છે કે, દરેકનું સન્માન જાળવવું જોઈએ. માત્ર પાકિસ્તાન જ કેમ, દરેક સાથે વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

પિત્રોડાએ એવું પણ કહ્યું છે કે, એ માનવું સરળ લાગે છે કે, પાકિસ્તાનથી અમુક લોકો આપણાં દેશ તરફ આવ્યા અને તેમણે હુમલો કર્યો. તે દેશના દરેક વ્યક્તિને દોષ આપવામાં આવી રહ્યો છે. હું પુલવામા હુમલા વિશે વધારે નથી જાણતો. આ પ્રમાણેના હુમલા ઘણી વખત થયા છે. મુંબઈમાં પણ આ પ્રમાણે જ 8 લોકોએ હુમલો કર્યો હતો. અમે ત્યારે પણ રિએક્ટ કર્યું અને અમુક જહાજ મોકલી દીધા, પરંતુ આ યોગ્ય પદ્ધતિ નથી.

સામ પિત્રોડાએ કહ્યું, પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાન પર આરોપ ન લગાવી શકીએ. અમુક લોકોની ભુલની સજા સમગ્ર દેશને ન આપવી જોઈએ. સરળતાથી સમજી શકાય એવું છે કે, અમુક લોકો અહીં આવે છે અને હુમલો કરે છે તો તે માટે કોઈ દેશના દરેક નાગરિકો પર આરોપ ન લગાવી શકાય. હું નથી માનતો કે આ યોગ્ય પદ્ધતિ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments