પિયરથી પરત આવતા 10 મિનિટ મોડું થયું તો પતિએ ફોન પર આપી દીધા ત્રિપલ તલાક

0
13

લખનઉ: ઉત્તરપ્રદેશના એટાના નવાગામમાં મહિલાને પિયરથી આવતાં 10 મિનિટ મોડું થતાં તેના નારાજ પતિએ તેને ફોન ઉપર ત્રિપલ તલાક આપી દીધા હતા. પીડિતાએ પતિ અને સાસરીવાળાઓ પરદહેજ માટે શોષણ કરતાં હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

બીમાર દાદીને જોવા ગઈ હતી મહિલા

નવાગામ વિસ્તારના અલીપુરમાં રહેતો અફરોઝ હૈદરાબાદમાં પ્રાઈવેટ નોકરી કરતો હતો. અફરોઝની પત્ની શંબુલ બેગમ 18 જાન્યુઆરીએ તેના પિયર બીમાર દાદીને મળવા ગઈ હતી. તેના પતિએ તેને અડધો કલાક પિયરમાં રહેવાનો સમય આપ્યો હતો પરંતુ મહિલાને આવતા 10 મિનિટ મોડું થઈ ગયું હતું. ત્યારપછી ગુસ્સે થયેલા પતિએ તેના ભાઈને પીડિતાના ગામડે મોકલ્યો અને ફોન પર વાત કરાવી. અફરોઝે ફોન પર જ પત્નીને ત્રિપલ તલાક આપી દીધાં હતા.

સાસરીવાળાએ પિયર જવાનો પ્રતિબંધ લગાવ્યો હતો

શબુંલે પોલીસને જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. પરંતુ ત્યારથી સાસરીવાળા સતત તેની પાસે દહેજની માંગણી કરતાં હતા. પિયર પક્ષે દહેજ આપવાનો ઈન્કાર કરી દીધો તો તેની સાસરે ખૂબ પરેશાન કરવામાં આવતી હતી અને તેના પિયર જવા ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

ઘરે પહોંચી તો સાસરીયાઓએ ઢોર માર માર્યો

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, ફોન પર ત્રિપલ તલાક મળ્યા પછી જ્યારે તે સાસરે પહોંચી ત્યારે સાસરીયાઓએ તેની સાથે ખૂબ મારઝૂડ કરી હતી. ઈન્સપેક્ટર રામસિયા મોર્યએ જણાવ્યું કે, હાલ ત્રિપલ તલાક વિશે કોઈ ચોક્કસ કાયદો બન્યો નથી. તેથી દહેજ માટે ત્રાસ આપવામાં આવતો હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here