પિરાણામાં ઠલવાતાં કચરાના પ્રોસેસ માટે MoU રોજના 500 ટન કચરામાંથી બાયો ફ્યૂઅલ બનશે

0
34

ગાંધીનગર: અમદાવાદમાંથી નીકળતો ઘન કચરો ઠાલવવાને કારણે ડમ્પિંગ સાઇટ અને પ્રદૂષણની સમસ્યા નિવારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ વચ્ચે કચરામાંથી બાયોફ્યુઅલ બનાવવા માટે 124 કરોડના એમઓયુ વાયબ્રન્ટ સમિટમાં થયા છે. અમદાવાદમાંથી નીકળતા રોજના 500 ટન ઘન કચરામાંથી બાયો ફ્યુઅલ બનાવવામાં આવશે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મોબિલીટી લેડ અર્બન ડેવલપમેન્ટ વિષયક સેમિનારમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નાફેડ વચ્ચે થયેલા એમઓયુ પ્રમાણે રોજના 500 ટન ઘન કચરામાંથી બાયો ફ્યુઅલ બની શકે તેટલી ક્ષમતાનો પ્લાન્ટ અમદાવાદમાં નંખાશે. આ માટે તૈયાર કરાયેલા ખાસ પ્રેઝન્ટેશનમાં દર્શાવ્યા પ્રમાણે કચરામાંથી બાયોફ્યુઅલ બનાવવાનો પ્રોજેક્ટ એકમાત્ર પ્રોજેક્ટ બનશે. વૈશ્વિકકક્ષાની પ્રોસેસીંગ ટેક્નોલોજીના ઉપયોગથી આ પ્લાન્ટ કાર્યરત થશે. લેન્ડફીલ સાઇટમાંથી નીકળતા ઝેરી મીથેન ગેસમાંથી મૂક્તિ મળવાની સાથે ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણ જાળવણી માટે પણ ઉદાહરણીય પગલું ગણાશે.

અર્બન ડેવલપમેન્ટના સેમિનારમાં ગિફ્ટ સિટીમાં 13 લાખ ચોરસફૂટ વિસ્તારમાં રહેણાંક મકાનો બાંધવા દિલ્હીની શોભા લિમિટેડ દ્વારા ગિફ્ટ સિટી સાથે 500 કરોડના એમઓયુ કરાયા છે. અહીં બે તબક્કામાં કુલ એક હજારથી વધુ આધુનિક સુવિધાઓ સાથેના રહેણાંક મકાન બનશે. શહેરી વિકાસ ક્ષેત્રે 1575 કરોડના 6 ટોકન એમઓયુ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે વાઈબ્રન્ટ સમિટમાં અંદાજે 20 હજાર કરોડના એમઓયુ થયા છે. મ્યુનિ.અને ઔડાની હદમાં ગત વાઈબ્રન્ટ દરમિયાન અંદાજે 30 હજાર કરોડના એમઓયુ થયા હતા. ગત વાઈબ્રન્ટના એમઓયુમાં પણ 20 થી 30 ટકા પ્રોજેકટ ફેઈલ થયા હોવાનું મ્યુનિ.સુત્રોનુ કહેવુ છે. આ વર્ષે થયેલા એમઓયુમાં શોપિંગ મોલ, હોટલ, કોર્મિશિયલ અને રહેણાંક ટાઉનશીપના થયા છે. જેમાં થલતેજ ખાતે હોટલ બનાવવા માટે 600 કરોડના એમઓયુ અમદાવાદની જ એક કંપની દ્વારા કરવામાં આવ્યા છે.  અમદાવાદ કોર્પોરેશન અને ઔડા હદ વિસ્તારમાં અંદાજે રૂા.20 હજાર કરોડના 385 એમઓયુ રિયલ એસ્ટેટ ક્ષેત્રે થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here