‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં મોદીના પિતાનો રોલ રાજેન્દ્ર ગુપ્તા ભજવશે

0
68

બોલિવૂડ ડેસ્ક: પીએમ મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં હવે નવા બે એક્ટરની એન્ટ્રી થઇ છે. નરેન્દ્ર મોદીના પિતાના રોલમાં રાજેન્દ્ર ગુપ્તા દેખાશે. રાજેન્દ્ર ગુપ્તા ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળ્યા છે જેમાં ‘તનુ વેડ્સ મનુ’, ‘ગુરુ’ જેવી ફિલ્મો પણ સામેલ છે. આ ફિલ્મમાં યતીન કર્યેકર પણ એક મહત્વનો રોલ નિભાવવાના છે. આ વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવી.

આ ફિલ્મમાં મોદીનો રોલ વિવેક ઓબેરોય ભજવી રહ્યો છે. મનોજ જોશી અમિત શાહના રોલમાં, ઝરીના વહાબ મોદીની માતા રોલમાં, બરખા બિષ્ટ મોદીનાં પત્ની તરીકે દેખાશે. ફિલ્મમાં બોમન ઈરાની, પ્રશાંત નારાયણ પણ મહત્વના રોલમાં દેખાશે. ફિલ્મને ડિરેક્ટ મેરી કોમના ડિરેક્ટર ઓમંગ કુમાર કરી રહ્યા છે જ્યારે પ્રોડ્યૂસર સંદીપ સિંહ અને સુરેશ ઓબેરોય છે. ફિલ્મનું અમુક શૂટિંગ અમદાવાદ, ગાંધીનગરમાં થયું છે. ફિલ્મ ચૂંટણી પહેલાં રિલીઝ થઇ શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here