Wednesday, September 22, 2021
Homeપીએમ નરેન્દ્ર મોદી બાયોપિક અંગે ECએ નોટિસ મોકલી, 30 માર્ચ સુધી જવાબ...
Array

પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક અંગે ECએ નોટિસ મોકલી, 30 માર્ચ સુધી જવાબ માગ્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રમોદી પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર વિવાદ વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો. મળતી માહિતી પ્રમાણે ECએ નિર્માતાઓને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. નિર્માતાઓને જવાબ આપવા માટે 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચમાં ફરિયાદ કરાવામાં આવી છે કે, લોકસભા ચૂંટણી 2019 પહેલા 5 એપ્રિલના રોજ નરેન્દ્ર મોદી ફિલ્મ રિલીઝ કરવાથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થશે. ગત દિવસોમાં કોંગ્રેસના એક પ્રતિનિધીનંડળે ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરી અને ફિલ્મના રિલીઝ પર ચૂંટણી સુધી બેન કરવાની માગ કરી છે.

ફિલ્મને 19 મે બાદ રિલીઝ કરવાની માગ

EDએ નરેન્દ્ર મોદીના નિર્માતાઓ, મ્યુઝિક કંપની અને બે છાપાઓને નોટિસ મોકલીને જવાબ માગ્યો છે. કોંગ્રેસ દ્વારા કરાયેલી ફરિયાદમાં ફિલ્મને 19 મે બાદ રિલીઝ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહ અને સુરેશ ઓબરોય કરી રહ્યા છે. જ્યારે ફિલ્મના મ્યુઝિક રાઈટ્સ ટી સિરીઝ પાસે છે.

ફિલ્મમાં વિવેક ઓબરોય નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવી રહ્યા છે. મેરી કોમ અને સરબજીતના નિર્દેશક આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

DMK અને મનસેની ચૂંટણી સુધી ફિલ્મ બેન કરવાની માગ

પીએમ નરેન્દ્ર મોદીમાં એક સામાન્ય પરિવારમાંથી વડાપ્રધાન બન્યા સુધીના સફરના રાજકીય પડાવોને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. છેલ્લા બે દિવસોમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થયા બાદ તમામ વિપક્ષી દળો, DMK અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ચૂંટણી પહેલા ફિલ્મ રિલીઝ અંગે વિરોધ કરતા ચૂંટણી સુધી ફિલ્મ બેન કરવાની માગ કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ તો એ પણ કહી દીધું છે કે, તેઓ આ ફિલ્મને રિલીઝ નહી થવા દે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments