Sunday, September 19, 2021
Homeપીએમ મોદીએ કોહલી-ધોનીને કરી આ વિનંતી, લોકસભા ચૂંટણી પહેલાં કરવું પડશે આ...
Array

પીએમ મોદીએ કોહલી-ધોનીને કરી આ વિનંતી, લોકસભા ચૂંટણી પહેલાં કરવું પડશે આ કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણી પહેલાં મતદાતાઓને મતદાનમાં ભાગ લેવાનો આગ્રહ કરી રહ્યાં છે. સાથે જ તેમણે ટ્વિટ કરીને વિભિન્ન ક્ષેત્રોની જાણીતી હસ્તિઓને લોકોને મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ પણ કરી છે.

વડાપ્રધાને બુધવારે સવારે પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક પછી એક સતત અનેક ટ્વિટ્સ કર્યા. તેમણે ફિલ્મી સ્ટાર્સ, સામાજિક કાર્યકર્તાઓ ઉપરાંત ખેલ જગતની જાણીતી હસ્તીઓને વિનંતી કરી છે કે તે લોકોને તેમના મતાધિકાર અંગે જાગૃત કરે.

મોદીએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોની, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સહેવાગને પણ મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવવાની અપીલ કરી છે.

આ ઉપરાંત વડાપ્રધાને ભારતીય રેસલગ ગીતા ફોગાટ, શટલર પીવી સિંધુ, સાઇના નહેવાલ અને કિદાંબી શ્રીકાંતને પણ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાની વિનંતી કરી છે.

તેની પહેલાં વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સહિત સ્વર કોકિલા લતા મંગેશકર અને ઓસ્કાર અવોર્ડ વિજેતા એરઆર રહેમાનને પણ ટેગ કરીને લોકોને મતદાન કરવા પ્રેરિત કરવા કહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments