પીએમ મોદીએ મહાશિવરાત્રિએ મહાદેવ અને માતા હીરાબાના આશીર્વાદ લીધા

0
42

ગાંધીનગરઃ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવા જતાં પહેલા ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમજ રાયસણમાં માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. જ્યાં મોદીએ માતા સાથે લગભગ 30 મિનિટ પસાર કરી હતી. ઉલ્લેખનીય છે કે, હીરાબા મોદીના નાનાભાઈ પંકજ મોદી સાથે રહે છે.

પીએમ મોદીએ ધોળેશ્વર મંદિરમાં મહાદેવની પૂજા કરી પુષ્પ-જળાભિષેક કર્યો હતો. તેમજ ધોળેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ પીએમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. આ સિવાય મંદિરના મહંત,ટ્રસ્ટીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક-ભક્તોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. ગાંધીનગરના પાદરે આવેલું ધોળેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે. શિવપુરાણમાં પણ ધોળેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here