Wednesday, December 8, 2021
Homeપીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલમાંથી રૂ.2400માં ખાદીની કોટી ખરીદી, બામ્બૂ વર્કની તલવાર નિહાળી
Array

પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલમાંથી રૂ.2400માં ખાદીની કોટી ખરીદી, બામ્બૂ વર્કની તલવાર નિહાળી

ગાંધીનગર/ અમદાવાદ: નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા કહ્યું કે, ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય. આ સિવાય પીએમએ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી 3000 રૂપિયાની ખાદીની કોટી ખરીદી હતી. જેમાં તેઓને 20 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને 2400 રૂપિયાનું બિલ કાર્ડથી ભર્યું હતું.

તેમજ પોરબંદરના પાલખડાના સ્ટોલની મુલાકાત લઈ બામ્બૂ વર્કની તલવાર હાથમાં લઈ નિહાળી હતી. સ્ટોલના માલિક અને મારુતિ સખી મંડળ ચલાવતાં ક્રિશ્ચન એંથોની જોસેફની આ કલાના વખાણ કરતા કહ્યું હતું કે ખૂબ સરસ નકશી કામ કર્યું છે. હળવા મૂડમાં પૂછ્યું કે આ લડવા માટે છે ? ત્યારે સ્ટોલ માલિકે જવાબ આપ્યો ના સાહેબ આ બુઠ્ઠી તલવાર છે. ખૂબ સરસ છે તેવું પણ કહ્યું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments