Sunday, October 17, 2021
Homeપીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો, વેપારીઓને મળ્યાં
Array

પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો, વેપારીઓને મળ્યાં

ગાંધીનગર/ અમદાવાદ: નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.

SVP હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ

પીએમએ કહ્યું કે SVP હોસ્પિટલથી સમગ્ર ગુજરાતના લોકોને લાભ મળશે. SVP હોસ્પિટલ હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. અહિંયા પેપરલેસ કામગીરી થશે. ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ હોસ્પિટલની છત પર જાતે નિરિક્ષણ કર્યું હતું. આ પહેલા જનરલ વોર્ડ, ઓપરેશન થિયટેરની અત્યાધુનિક સેવાઓનું પણ નરેન્દ્ર મોદીએ નિરિક્ષણ કર્યું હતું.

પીએમ મોદીનું સંબોધન

– હોસ્પિટલનું જોઈને હું મંત્રમુગ્ઘ થયો
– સમગ્ર ગુજરાતને હોસ્પિટલનો લાભ મળશે
– આયુષ્માન યોજના અંતગર્ત ગરીબોને હોસ્પિટલથી લાભ મળશે
– 50 કરોડ ગરીબોને વિશ્વાસ થયો કે ગંભીર બીમારીમાં સરકાર તેની સાથે
– પૈસા ન હોય ત્યારે પણ ઈલાજ મળશે તેવો વિશ્વાસ થયો
– માત્ર 100 દિવસમાં 7 લાખ ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળ્યો
– દરરોજ 10 હજાર લોકોને યોજનાનો લાભ મળ્યો
– સરકારે સર્જરીનો સામાન સસ્તો કર્યો
– ઉત્કૃષ્ટ સ્વાસ્થય મળે તે માટે સરકારનો નિરંતર પ્રયાસ
– આવનાર સમયમાં હેલ્થ સેક્ટરમાં રોજગોરી વધશે
– 900 યુનિવર્સિટી અને 40 હજાર કોલેજમાં આરક્ષણની વ્યવસ્થા ચાલુ થશે
– સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત
– દેશના લોકોને સારવાર મળે તે માટે સરકાર દિવસ- રાત મહેનત કરી
– હોસ્પિટલના નિર્માણ માટે AMC ધન્યવાદને પાત્ર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments