Saturday, September 25, 2021
Homeપીએમ મોદીની બાયોપિક મામલે તુરંત સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર, ફિલ્મની રિલિઝ વિલંબમાં...
Array

પીએમ મોદીની બાયોપિક મામલે તુરંત સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર, ફિલ્મની રિલિઝ વિલંબમાં મુકાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક મામલે તુરંત સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટના વલણના કારણે બાયોપિક રિલીઝ થવામાં વધુ સમય લાગી શકે છે. આજે સીજેઆઈની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે ફિલ્મની રિલીઝના વિરોધમાં કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો.

આ પહેલા ફિલ્મની રિલીઝ કરવાની તારીખ બે વખત બદવવામાં આવી છે. ફિલ્મને પાંચમી એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. જોકે, બાદમાં આ તારીખ 12મી એપ્રિલ કરી દેવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીની બાયોપિકને રિલીઝ થતી અટકાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ જસ્ટિસ એસએ બોબડેની ખંડપીઠ સમક્ષ આ મામલે તુરંત સુનાવણી કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે આ મામલે સુનાવણ કરવાનું ટાળ્યુ અને વધુ સુનાવણી આગામી દિવસોમાં કરવાના આદેશ આપ્યા હતા.

https://twitter.com/ModiTheFilm2019/status/1111894310553681920

જણાવી દઇએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયો-ફિલ્મમાં અભિનેતા વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યો છે. મેરી કોમ અને સરબજિત જેવી હિટ બાયો ફિલ્મો બનાવનારા ઉમંગ કુમાર આ ફિલ્મના ડાયરેક્ટર છે.

અગાઉ એવી જાહેરાત કરાઇ હતી કે સંસદીય ચૂંટણીની આસપાસના દિવસોમાં આ ફિલ્મ રજૂ થશે. એની સામે વિપક્ષોએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં ચૂંટણી પંચે ફિલ્મ સર્જકોને નોટિસ મોકલી હતી અ્ને આ ફિલ્મની રિલિઝ ડેટ બદલવાની સૂચના આપી હતી. એ સૂચનાનેા અમલ કરતાં ઉમંગ કુમારે રિલિઝ ડેટ બદલવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments