Sunday, November 28, 2021
Homeપીએમ મોદીની 52મી મન કી બાત, નેતાજી સુભાષચંદ્ર બોઝને કર્યા યાદ
Array

પીએમ મોદીની 52મી મન કી બાત, નેતાજી સુભાષચંદ્ર બોઝને કર્યા યાદ

પીએમ મોદીએ 52મી વખત મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યુ.  પીએમ મોદીએ કાર્યક્રમમાં ચૂંટણી પંચ, સિદ્ધગંગા મઠના મઠાધીશ   શિવકુમાર સ્વામી અને સુભાષ ચંદ્ર બોઝને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કર્ણાટકના સિદ્ધગંગા મઠના મઠાધીશ શિવકુમાર સ્વામી શ્રદ્ધાંજલિ  અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, મને અનેક વખત શિવકુમાર સ્વામીના આશિર્વાદ મેળવવાની તક મળી છે. આ ઉપરાંત પીએમ મોદી  ચૂંટણી પંચની કામગીરીના પણ વખાણ કર્યા હતા. 21મી સદીમાં જન્મેલા યુવાનો લોકસભાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

સુભાષચંદ્ર બોઝને કર્યા યાદ

પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સુભાષ ચંદ્ર બોઝ સાથે જોડાયેલી કેટલીક ફાઈલોને સાર્વજનિક કરવાની માગ કરવામાં આવતી હતી. કેન્દ્ર  સરકારે આ તમામ ફાઈલોને જાહેર કરી છે. નેતાજી હમેશા રેડિયો સાથે જોડાયેલા હતા. તેમણે આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી હતી. અને  તેઓ હમેશા જોશ સાથે વાત કરતા હતા.

ચંદ્રયાનનું સપનું

પીએમ મોદીએ કહ્યુ કે, ચંદ્રયાનનું સપનું પૂર્ણ થવાનુ છે. સ્પેસ ટેક્નોલોજિ દ્વારા દેશ મજબૂત થવાનો છે. સેટેલાઈટ દેશની વધતી શક્તિનું  પ્રતિક બન્યા છે. દેશ આજે વિકાસશીલ જ નહીં પણ વિકસિત દેશોનો સેટેલાઈટ લોન્ચ કરી રહ્યો  છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments