Sunday, January 23, 2022
Homeપીએમ મોદીનું સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માન, 130 કરોડની સન્માન રકમ નમામી ગંગે...
Array

પીએમ મોદીનું સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માન, 130 કરોડની સન્માન રકમ નમામી ગંગે પ્રોજેક્ટને આપી

સિયોલઃ વડાપ્રધાન મોદીને દક્ષિણ કોરિયાનાં પ્રવાસનાં બીજા જ દિવસે સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. મોદીએ પુરસ્કારમાં મળેલી 1.30 કરોડની રકમને નમામી ગંગે પ્રોજેક્ટને ભેટ આપવાની જાહેરાત કરી છે. ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે 6 કરાર પર હસ્તાક્ષર કરાયા છે. મોદી સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા 14માં વ્યક્તિ છે. આ પુરસ્કાર 1988માં સિયોલ ઓલ્મિપકનાં સફળ આયોજન પછી શરૂ કરાયો છે.

મોદીએ પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આતંકવાદ સામે સાથ આપવા માટે રાષ્ટ્રપતિ મૂનનો આભાર માન્યો હતો. કહ્યું કે, દક્ષિણ કોરિયા સાથેની મૈત્રીમાં વધારો કરવામાં ડિફેન્સ સેક્ટરનો મહત્વનો ભાગ છે. કોરિયાઈનાં K-9 તોપ ભારતીય આર્મીમાં સામેલ કરાઈ છે. દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપિત મૂન જે-ઈને પોતાના સરકારી આવાસ બ્લૂ હાઉસમાં મોદીનું ઔપચારિક સ્વાગત કર્યુ હતુ. આ પહેલા વડાપ્રધાને યુદ્ધમાં શહીદ થયેલા એક લાખ 65 હજાર કોરિયાઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

સિયોલ શાંતિ પુરસ્કારથી મોદીનું સન્માન

પીએમ મોદીને દક્ષિણ કોરિયામાં સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારથી સન્માનિત થનારા મોદી પહેલા ભારતીય વ્યક્તિ છે. સિયોલ શાંતિ પુરસ્કાર 1990થી આપવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્રનાં પૂર્વ મહાસચિવ કોફી અન્નાન, જર્મન ચાંસલર એંજેલા મર્કેલ જેવી હસ્તીઓને મળી ચુક્યો છે.

શાંતિ પુરસ્કાર માટે 150 ઉમેદવારોમાંથી પીએમ મોદીની પસંદગી

આ પુરસ્કાર માટે દુનિયાભરમાંથી 1300નામ આવ્યા હતા જેમાથી કમિટીએ 150 ઉમેદવારોને અલગ કર્યા હતા. આ ઉમેદવારોમાંથી વડાપ્રધાન મોદીની પસંદગી કરાઈ હતી. કમિટીએ પીએમ મોદીને ‘ધ પરફેક્ટ કેન્ડિડેટ ફોર ધ યર 2018 સિયોલ પીસ પ્રાઈઝ’ કહ્યાં છે.

સન્માનિત રકમને નમામી ગંગેનાં ફંડમાં ભેટ આપશે

મોદીએ કહ્યું કે, આ સન્માન સાથે તેમને જે રકમ આપવામાં આવી રહી છે, તેઓ તેને નમામી ગંગેનાં ફંડમાં ભેટ આપશે. વડાપ્રધાને કહ્યું કે આજે આ પુરસ્કાર મહાત્મા ગાંધીની 150મી જયંતિનાં અવસરે મળ્યો છે.

આતંકવાદ સામે એકજૂથ થઈને લડવુ પડશેઃમોદી

મોદીએ કહ્યું કે, આજે આતંકવાદ દુનિયાભર માટે ચિંતાનો વિષય બન્યો છે, જેની સામે લડવા માટે દુનિયાએ એકજૂથ થવુ પડશે , આતંકવાદની બિમારી વિશ્વની શાંતિ માટે સૌથી મોટો ખતરો છે.

પુલવામા હુમલા પર ભારતને સાઉથ કોરિયાનો સાથ

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દક્ષિણ કોરિયા પહોંચેલા પીએમ મોદીને આતંકવાદ સામેની લડાઈમાં રાષ્ટ્રપતિ મૂન જે ઈનનો સહકાર મળ્યો છે. દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ પુલવામા હુમલાની નિંદા કરી હતી. બન્ને દેશોની એજન્સીઓ વચ્ચે કરાર થયો છે કે બન્ને દેશો આતંકવાદ સામે મળીને લડશે.

ગુરુવારે સિયોલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે, અમારું લક્ષ્યાંક આવાનારા 15 વર્ષમાં દુનિયાનાં ટોચનાં ત્રણ દેશોમાં સામેલ થવાનું છે. આપણે દુનિયામાં મહાત્મા ગાંધીનો પ્રચાર કરવો જોઈએ. શુક્રવારે મને શાંતિ પુરસ્કાર આપવામા આવશે. જે મારા એકલાનો નહીં પરંતુ ભારતનાં 130 કરોડ ભારતીયો અને વિદેશમાં રહેનારા 3 કરોડ ભારતીયો નો છે. આ પુરસ્કાર ભારતીયોનાં પરિશ્રમની નિશાની છે. મોદી સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનારા 14 માં વ્યક્તિ છે. આ પુરસ્કાર 1988માં સિયોલ ઓલમ્પિકનાં સફળ આયોજન બાદ શરૂ કરાયો હતો. આ પહેલા મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ મૂન-જે-ઈન સાથે સ્પેશયલ સ્ટ્રેટજિક પાર્ટનરશિપની મજબૂતી વધારવા માટેની વાતચીત કરશે.

ગાંધીજીએ સંસાધન છોડવાની વાત કરીઃ મોદી

મોદીએ કહ્યું કે, મહાત્મા ગાંધી કહેતા હતા કે પરમાત્માએ માનવીની જરૂરિયાત માટે બધુ આપ્યુ છે, પરંતુ માનવી માટે આ તમામ ચીજો ઓછી પડે છે. જેથી માનવીએ જરૂરિયાત પ્રમાણે જીવન જીવવું જોઈએ. ગાંધીજીનાં સમયે ગ્લોબલ વોર્મિંગ પર કોઈ ચર્ચા થતી ન હતી. તેમને કોઈ કાર્બન ફુટપ્રિન્ટ છોડ્યા નથી.  તેમણે હંમેશા આવાનારી પેઢી માટે બંધારણ છોડવાની વાત કરી છે. ગાંધીજી કહેતા હતા કે, જો આપણે આવુ નહીં કરીએ તો આપણે જ આપણા બાળકોનો અધિકારી છીનવી લઈશું. માનવજાતિ આજે આતંકવાદનાં સંકટ સામે લડી રહી છે. ગાંધીજીનો સંદેશ અહિંસાનાં અને હ્રદય પરિવર્તનનાં માધ્યમથી હિંસાના રસ્તા પર ચાલનારા લોકોને સાચા માર્ગે લાવવાનો છે.

ચૂંટણી પહેલા મોદીનો છેલ્લો પ્રવાસ

 લોકસભા ચૂંટણી પહેલા મોદીનો આ અંતિમ વિદેશ પ્રવાસ છે. જો કે તેમના ભૂટાન પ્રવાસે જવાની ચર્ચાઓ છે. પરંતુ આ અંગે બન્ને દેશો તરફથી કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. 2017માં સત્તા મેળવ્યા પછી રાષ્ટ્રપતિ મૂને દેશનાં પારંપરિક ફોકસ(જેમાં યુએસ, જાપાન, ચીન અને રશિયા સામેલ છે)માં સદર્ન પોલિસી હેઠળ ભારતનો પણ સમાવેશ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular