અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત સમયે પીએમ મોદીએ પોતાની જીત પર ટ્રમ્પની શુભકામનાનો ઉલ્લેખ કરી તેમનો આભાર માન્યો હતો. ટ્રમ્પ સાથેની મુલાકાત સમયે પીએમ મોદીએ ચાર મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર અમેરિકા સાથે ચર્ચા થશે.
પીએમ મોદીએ કહ્યું કે, તમે જીતની શુભકામના પાઠવી, તમને ભારત પ્રત્યે પ્રેમ છે, તેના માટે આભારી છું. સમયની સીમામાં જે ચાર મુદ્દાઓ પર ચર્ચા કરવા ઈચ્છું છું, તે છે ઈરાન, 5જી, દ્વિપક્ષીય અને રક્ષા સંબંધ.
અમેરિકા-ભારત દ્વિપક્ષીય વાર્તા બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, એસ-400 મુદ્દા પર ચર્ચા થઈ ન હતી. ઈરાનને લઈ પ્રાથમિક રીતે ધ્યાનમાં એ વાત હતી કે, અમે ત્યાં સ્થિરતા કેવી રીતે સુનિશ્ચિત કરીએ છીએ, કેમ કે અસ્થિરતા આપણને અનેક રીતે પ્રભાવિત કરી શકે છે, ન ફક્ત ઊર્જાની જરૂરતોના મામલામાં પણ, ખાડીમાં મોટા પાયે પ્રવાસીય ભારતીયો પણ રહે છે.
તો વિદેશ સચિવે અમેરિકા-ભારત-જાપાન ત્રિપક્ષીય વાર્તા પર જણાવ્યું કે, તેમાં મુખ્ય મુદ્દો ઈન્ડો-પેસિફિક હતો. ચર્ચા એ વાત પર પણ થઈ કે, ત્રણેય દેશોની વચ્ચે કેવી રીતે કનેક્ટિવિટીને વધારી શકાય. આ ઉપરાંત શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના સંદર્ભમાં એક સાથે કામ કરવાને લઈ વાતચીત કરવામાં આવી છે.