પીએમ મોદી ગાંધી મેદાન પહોંચ્યા, નીતીશ કુમાર અને પાસવાન પણ હાજર

0
19

PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે. PM નરેન્દ્ર મોદી , બિહારનાં સીએમ નીતીશ કુમાર અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન ગાંધી મેદાનમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. ત્રણેય નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે. આ સાથે જ જનતા ફરી એકવાર મોદી સરકારનાં નારા લગાવી રહી છે.

મોદી 40 નેતાઓ સાથે પટનામાંઃ પટનામાં પહેલી વખત વડાપ્રધાન સાથે 3 દળોનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મંચ પર હાજરી આપશે. જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, જેડીયુ પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર, લોજપા પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, જદયુનાં પ્રદેશ અધ્યક્ષ, લોજપાનાં પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી પશુપતિ કુમાર પારસ સહિત અન્ય 32 કેન્દ્રીય મંત્રીઓ સામેલ થશે. ભાજપ, જદયુ અને લોજપા ગાંધી મેદાનમાં ભીડ એકઠી કરીને NDAની શક્તિ બતાવવાનાં પ્રયાસમાં છે.

2013માં હુંકાર રેલીને સંબોધિ હતીઃ આ પહેલાં વડાપ્રધાને 27 ઓક્ટોબર 2013નાં રોજ ગાંધી મેદાનમાં આયોજિત હુંકાર રેલીમાં બિહારની જનતાને સંબોધિત કરી હતી. ત્યારે મોદી ભાજપ તરફથી પીએમ પદ માટેનાં ઉમેદવાર હતા.

અમેઠીમાં પીએમ બન્યાં પછી આજે પહેલી વખત જશે મોદીઃ મોદી અમેઠી સ્થિત ઓર્ડિનેંસ ફેક્ટરીમાં આધુનિક AK-103 એસોલ્ટ રાઈફલ નિર્માણનાં નવા એકમનું ઉદ્ધાટન કરશે. આ સાથે જ 532 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું પણ લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે.

ઈન્દિરા, રાજીવ ગાંધી પછી અમેઠીમાં જનારા ત્રીજા વડાપ્રધાન ઃ રાજીવ ગાંધીનાં સત્તાનાં શિખર પરથી ઉતર્યા બાદ 29 વર્ષ બાદ કોઈ વડાપ્રધાન અમેઠીમાં આવી રહ્યા છે. ઈન્દિરા અને રાજીવ ગાંધી બાદ નરેન્દ્ર મોદી અમેઠી પહોંચી વિકાસનાં કાર્યોનો પાયો નાંખનારા દેશનાં ત્રીજા અને બિન -કોંગ્રેસી પહેલા વડાપ્રધાન હશે. મોદી 2014નાં લોકસભા ચૂંટણીમાં અમેઠી ખાતેથી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીનાં પક્ષમાં વોટ માંગવા માટે અહીં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here