Thursday, September 23, 2021
Homeપીએમ મોદી દેશમાં 500 સ્થળો પર ટાઉનહોલ દ્વારા કરશે સીધો સંવાદ, આજે...
Array

પીએમ મોદી દેશમાં 500 સ્થળો પર ટાઉનહોલ દ્વારા કરશે સીધો સંવાદ, આજે ઓડિસામાં કર્યા પ્રહાર

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની જેમ પીએમ મોદી આ ચૂંટણીમાં પણ ટેકનોલોજીના માધ્યમથી ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી આગામી 31 માર્ચે ટાઉનહોલ કાર્યક્રમ દ્વારા દેશભરમાં સંવાદ કરવાના છે. પીએમ મોદી દેશમાં 500 સ્થળો પર ટાઉનહોલ દ્વારા સંબોધન કરવાના છે. જેમાં અમદાવાદ ખાતે 50 સ્થળોએ મોદી ટાઉનહોલ કાર્યક્રમથી સંબોધન કરશે.

ઓડિસાના કોરાપુતમાં જનસભા સંબોધી કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિસાના કોરાપુતમાં જનસભા સંબોધી કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ રેલીમાં જણાવ્યુ કે ગરીબ સાથે ગદ્દારી કરનારે દેશની સેનાનું અપમાન કર્યુ. જ્યારે ભારત આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરે છે ત્યારે કોંગ્રેસ આતંકવાદી વિરૂદ્ધની કાર્યવાહીના પુરાવા માગી રહી છે.

કોંગ્રેસે હમેશા દેશની જનતાનો વિશ્વાસ તોડ્યો છે. સાત દશક સુધી ગરીબી હટાવોનો નારો આપનાર કોંગ્રેસે માત્ર નારેબાજી કરી. પરંતુ દેશમાં ક્યારેય ગરીબી દૂર થઈ નથી. ગરીબી દુર કરવાનો વાયદો કરનારી કોંગ્રેસે હમેશા ગરીબો સાથે હમેશા દગો કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments