Tuesday, December 7, 2021
Homeપીએમ મોદી 17થી 18 જાન્યુઆરી સુધી ગુજરાતમાં, મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જાહેર
Array

પીએમ મોદી 17થી 18 જાન્યુઆરી સુધી ગુજરાતમાં, મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જાહેર

અમદાવાદઃ  18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને શોપિંગ ફેસ્ટિવલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. જેને પગલે મોદી 17થી 18 જાન્યુઆરી ગુજરાતમાં રહેશે અને 19 જાન્યુઆરીએ સેલવાસ અને ત્યાર બાદ દિલ્હી જવા નીકળશે. પીએમની આ મુલાકાતનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ જાહેર થયો છે.

શોપિંગ ફેસ્ટિવલ-વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, રાજ ભવનમાં બે રાત રોકાશે

17 જાન્યુઆરીનો કાર્યક્રમ

12.25 બપોરે દિલ્હીથી અમદાવાદ આવવા રવાના થશે

બપોરે 1.55 વાગે અમદાવાદ-એરપોર્ટ પર આગમન

એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે

2.20એ ગાંધીનગર હેલીપેડ પર મોદીનું આગમન થશે

2.25એ ગ્લોબલ ટ્રેડ શો સેકટર 17 ખાતે આગમન

2.30થી 3.30 સુધી ઉદ્ઘાટન અને મુલાકાત

3.35 વાગ્યે બાય રોડ અમદાવાદ જવા રવાના

4 વાગ્યે વીએસ હોસ્પિટલ પહોંચશે, 4થી 5.15 સુધી હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ

5.20 વાગ્યે વીએસ હોસ્પિટલથી વલ્લભ સદન (રિવરફ્રન્ટ)રવાના

5.30થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન

6.35 વાગ્યે ગાંધીનગર માટે રવાના, 7.00 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે

7.30 સુધી લોન્જમાં સમય વિતાવશે

7.30થી રાતના 9 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ

9.05 વાગ્યે મહાત્મા મંદિરથી રાજભવન રવાના,

9.15થી રાજભવનમાં રાત્રિ રોકાણ

18 જાન્યુઆરીનો કાર્યક્રમ

સવારે 8.20 વાગ્યે રાજભવનથી રવાના, 8.30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે આગમન

8.30થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ

સવારે 10થી બપોરના 1 વાગ્યા સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી

બપોરે 1 થી 1.30 નવરાશની પળો વિતાવશે, 1.30થી બપોરે 2.30 લંચ

2.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન મીટિંગ

5:30થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે

7.30થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર

8.35 વાગે દાંડી કુટીરથી રાજભવન રવાના, 8.45 રાત્રે રાજભવન પહોંચશે અને રાત્રિ રોકાણ

19 જાન્યુઆરીએ સેલવાસ જવા રવાના થશે

સવારે 11 વાગ્યે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના

11.30 વાગ્યે અમદાવાદથી સુરત એરપોર્ટ રવાના, 12.25 બપોરે સુરત એરપોર્ટ પર આગમન

12.25 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા સુરતથી સેલવાસ જવા રવાના

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments