Sunday, October 24, 2021
Homeપીઓકેમાં ભીડ હુમલો કરતી રહી પરંતુ ભારતીય પાયલટે નિ:શસ્ત્રો પર ગોળી ન...
Array

પીઓકેમાં ભીડ હુમલો કરતી રહી પરંતુ ભારતીય પાયલટે નિ:શસ્ત્રો પર ગોળી ન ચલાવી

મુઝફ્ફરાબાદ: પાકિસ્તાનના F-16 વિમાનને ટાર્ગેટ કર્યા પછી વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું મિગ-21 પણ ક્રેશ થઈ ગયું હતું. તેમને પેરાશૂટની મદદથી ઈજેક્ટ થવું પડ્યું હતું. તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પડ્યાં હતા. અહીં પહોંચ્યા પછી અભિનંદનને અહેસાસ થયો હતો કે તે પીઓકેમાં છે. તેમની પાસે સર્વિસ રિવોલ્વોર હતી. ભીડ તેમની પર હુમલો કરી રહી હતી તેમ છતાં અભિનંદને માત્ર હવામાં ફાયર કરીને ભીડને પાછા જવા કહેતા હતા. તેમણે પીઓકેમાં કોઈ પણ નિ:શસ્ત્રો પર ગોળી ચલાવી નહતી.

અભિનંદન પાકિસ્તાનના F-16 પ્લેનનો પીછો કરી રહ્યા હતા

બુધવારે સવારે 9.45 વાગે જ્યારે ભારતીય રડારને ખબર પડી કે પાકિસ્તાનના અલગ-અલગ એરબેઝથી 10 F-16 વિમાન ઉડાન ભરી રહ્યા છે ત્યારે ભારતે સુરક્ષા માટે બે મિગ-21 અને ત્રણ સુખોઈ-30 વિમાનોને મોકલ્યા હતા. તેમાં એક મિગ-21 વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાન ઉડાવી રહ્યા હતા. જ્યારે પાકિસ્તાનના ત્રણ F-16 વિમાન ભારતીય વાયુ ક્ષેત્રમાં ઘૂસી ગયા ત્યારે અભિનંદને એક પ્લેનનો પીછો કર્યો હતો અને તેને તોડી પાડ્યું હતું. તેની જવાબી કાર્યવાહીમાં તેમનું પણ પ્લેન ક્રેશ થઈ ગયું હતું.

વિંગ કમાન્ડર જે વિસ્તારમાં પેરાશૂટથી પડ્યા ત્યાં તેમણે ગામના છોકરાઓને પૂછ્યું કે, આ ગામ પાકિસ્તાનમાં છે કે ભારતમાં? ત્યારે એક છોકરાએ જવાબ આપ્યો કે ભારતમાં. ત્યારે અભિનંદને વાસ્તવિકતા તપાસવા માટે દેશભક્તિના નારા લગાવ્યા હતા. પછી તેમણે પૂછ્યું હતું કે, આ ભારતનો કયો વિસ્તાર છે. ત્યારે એક છોકરાએ જવાબ આપ્યો કે કિલાન. ત્યારે વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે, તેમને પીઠમાં ઈજા થઈ છે અને તેમને પાણી જોઈએ છે. ત્યારે જ એક યુવકે પાકિસ્તાન આર્મી જિંદાબાદના નારા લગાવ્યા હતા. તેથી વિંગ કમાન્ડરને ખબર પડી ગઈ કે તેઓ પીઓકેમાં છે. જ્યારે છોકરાઓએ વિંગ કમાન્ડર પર પથ્થરો મારવાના શરૂ કર્યા ત્યારે તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું.

ત્યારપછી અભિનંદન ભારતીય સીમા તરફ અડધો કિલોમીટર સુધી દોડ્યા. ભીડ તેમની પાછળ હતી. તેઓ ઈચ્છતા હતા કે ભીડ તેમનો પીછો ન કરે પરંતુ તે છોકરાઓ અભિનંદન પર સતત પથ્થરમારો કરતા હતા. તેમણે વધુ એક-બે હવાઈ ફાયરિગંકર્યા. આ દરમિયાન એક તળાવ આવતા અભિનંદને તેમાં અમુક દસ્તાવેજ અને નકશા ડુબાડી દીધા અને અમુક કાગળો તે ખઈ ગયા જેથી દુશ્મનોને ભારતની રણનીતિનો ખ્યાલ ન આવે.

તે દરમિયાન જ એક યુવકે અભિનંદનના પગ પર એખ મોટા પથ્થરથી હુમલો કરી દીધો અને તેઓ ઘાયલ થયા. છોકરાઓ તેમની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. તેમ છતાં વિંગ કમાન્ડર અભિનંદને નિ:શસ્ત્રો પર ગોળીબાર કર્યો નહીં. થોડીવાર પછી પાકિસ્તાની સેનાના ઓફિસર ત્યાં આવ્યા અને વિંગ કમાન્ડર અભિનંદનની અટકાયત કરી લીધી. ત્યારપછી અભિનંદનને પાકિસ્તાની સેનાના ભિમ્બર યુનિટમાં લઈ જવામાં આવ્યા.

પિતાએ કહ્યું- બહાદૂર દીકરો છે

અભિનંદનના પિતા રિટાયર્ડ એર માર્શલ એસ વર્થમાન વાયુ સેનામાં ફાઈટર પાયલટ રહ્યાં છે. તેમણે એક મેસેજ જાહેર કરીને કહ્યું કે, અભિ જીવતો છે. તે માનસિક રીતે ઘણો મજબૂત છે. તે સાચો સૈનિક છે. અમને તેના પર ગર્વ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments