Sunday, November 28, 2021
Homeપીડિતોની 4713 કરોડ રૂપિયાના વળતરની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
Array

પીડિતોની 4713 કરોડ રૂપિયાના વળતરની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

ભોપાલઃ ગેસ દુર્ઘટનામાં પીડિતોને વળતર આપવા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટ એપ્રિલમાં સુનાવણી કરશે. આ અરજી કેન્દ્ર સરકાર અને પિડીતોએ કરી હતી. જેમાં અમેરિકાની કંપની યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન (UCC) પાસેથી 7413 કરોડ રૂપિયાનાં વળતરની માંગણી કરી છે. કંપનીનાં ભોપાલમાં આવેલા પેસ્ટીસાઈડ પ્લાંટમાંથી 2-3 ડિસેમ્બર, 1984ના રોજ ઝેરી ગેસ (મિથાઈલ આઈસો સાઈાનાઈડ) લીક થયો હતો.

ગેસ પીડિત મહિલા ઉદ્યોગ સંગઠનનાં સંયોજક અબ્દુલ જબ્બારે જણાવ્યુ કે, દુર્ઘટનાનાં 34 વર્ષ પછી પણ લોકો ન્યાયથી વંચિત છે. ઝેરી ગેસથી અસરગ્રસ્ત લોકો આજે પણ સારવાર, વળતર, ન્યાય, અને પર્યાવરણને થયેલા નુકસાનનાં વળતર માટે લડી રહ્યા છે. જેના માટે 2004માં સુપ્રીમ કોર્ટમાં સુધારણા અરજી પણ કરવામાં આવી હતી.

કેન્દ્રએ સ્વીકાર્યુ હતુ કે, પિડીતોને યોગ્ય વળતર મળ્યુ નથી

જબ્બારે કહ્યું કે, 2010માં કેન્દ્રએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સરકારે સ્વીકાર્યુ હતુ કે, પીડિતોને યોગ્ય વળતર નથી મળ્યુ. આ અરજી પર કોર્ટ એપ્રિલમાં સુનાવણી કરશે.

કંપની 715 કરોડ રૂપિયાનું વળતર આપી ચુકી છે.

જબ્બારનાં કહ્યા પ્રમાણે, પહેલા યુનિયન કાર્બાઈડે 3 હજાર મૃતકો અને 1.2 લાખ અસરગ્રસ્તો માટે 715 કરોડ રૂપિયાનું વળતર ચુકવ્યુ હતુ. પરંતુ આ ગેસની દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યા 15,274 છે. આ ઉપરાંત આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 5.74 લાખ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments