Friday, December 3, 2021
Homeપીયૂષ ગોયલ આજે વચગાળાનું બજેટ રજૂ કરશે, ખેડૂતોને રાહત આપનારી જાહેરાતો થઈ...
Array

પીયૂષ ગોયલ આજે વચગાળાનું બજેટ રજૂ કરશે, ખેડૂતોને રાહત આપનારી જાહેરાતો થઈ શકે છે

નવી દિલ્હીઃ મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરવામાં આવશે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં હંગામી નાણાં મંત્રી પીયૂષ ગોયલ આજે 11 વાગે વચગાળાનું બજેટ રજૂ કરશે. તે મંત્રાલય ખાતે આવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણીના કારણે આ વખતે વચગાળાનું બજેટ(વોટ ઓન એકાઉન્ટ) રજૂ કરવામાં આવશે. તેમાં નવા નાણાંકીય વર્ષના શરૂઆતના ચાર મહીનાના ખર્ચ માટે સંસદની મંજૂરી માંગવામાં આવશે. 1948થી ચૂંટણીના વર્ષમાં વચગાળાનું બજેટ રજૂ કરવાની પરંપરા ચાલું છે. લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર જૂલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. આર્થિક સર્વે પણ જૂલાઈમાં રજૂ કરવામાં આવશે.

ઈન્કમ ટેકસ છૂટની સીમા વધે તેવી શકયતા

  • વચગાળાના બજેટમાં અત્યાર સુધીમાં એવી પરંપરા રહી છે કે ઈન્કમ ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરંતુ મોદી સરકાર આ પરંપરાને બદલી શકે છે. તે જોતા લાગી રહ્યુ છે કે ઈન્કમ ટેકસ છૂટની સીમા વધારવામાં આવી શકે છે. તેની લિમિટ હાલ 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. મહિલાઓ માટે આ સીમા 3.25 લાખ રૂપિયા થઈ શકે છે. આ સિવાય ખેડૂતો માટે વિશેષ પેકેજ સહિત બીજી જાહેરાતો થાય તેવી પણ શકયતા છે.
  • 2014માં બજેટ પી.ચિદમ્બરમે રજૂ કર્યું હતું. તેમાં કેપિટલ ગુડસ અને એક્સાઈઝ ડ્યુટી 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી. 2009માં પ્રણવ મુખર્જીએ ગ્રામીણ રોજગાર યોજના માટે 30,100 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. 2004માં જશવંત સિંહએ બજેટ રજૂ કર્યું હતું. તેમાં ક્રેડિટ કાર્ડ, ચા અને ખાંડ ઉદ્યોગ માટે વિશેષ પકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments