પીરાણા પાસે પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ, પૂર્વ કર્મચારી જ આગ લગાડી ભાગ્યો

0
63

અમદાવાદ: અમદાવાદના પીપળજ-પીરાણા રોડ પર ગત મોડી રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમોએ ભારે જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. અગાઉ પ્લાસ્ટિકના ગોડાઉનમાં કામ કરતા યુવકે આગ લગાડી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નારોલ પોલીસે સરફરાઝ ઉર્ફે જાલોના સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વેજલપુરની અંજુમ કોલોનીમાં રહેતા અને પીપળજ-પીરાણા રોડ પર ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ધરાવી વેપાર કરતા મોહમ્મદ સફિકના ગોડાઉનમાં મોડી રાતે આગ લાગી હતી. ફાયરની ટીમે આગને કાબુમાં લીધી હતી. આસિફભાઈ નામના વ્યક્તિએ મહંમદ સફિકને જણાવ્યું હતું કે સરફરાઝ ઉર્ફે જાલોનાએ લગાડી છે. આગ લાગતા બુમાબુમ કરતા તે ફરાર થઈ ગયો હતો. સરફરાઝ અગાઉ ગોડાઉનમાં મજૂરી કામ કરતો હતો. માલ-સામાનની ચોરી અને કામમાં ધ્યાન ન આપતા તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here