પીવી સિંધુએ ભારતમાં બનેલા તેજસ ફાઈટર જેટમાં ઉડાણ ભર્યું

0
14

બેંગલુરુંઃ એરો ઈન્ડિયાના શોના ચોથા દિવસે બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ભારતમાં બનેલા તેજસ ફાઈટર જેટમાં ઉડાણ ભરી હતી. આંતરીક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ પણ શનિવારે જ તેજસમાં ઉડાણ ભરસે. એરો ઈન્ડિયા શોના ચોથા દિવસને ઉડ્ડયન ક્ષેત્રમાં મહિલાઓના યોગદાન દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. સિંધુ તેજસમાં ઉડાણ ભરનારી પ્રથમ મહિલા છે.

તેજસે બુધવારે સવારે સૈન્ય ઉડ્ડયન નિયામક સેમિલોક તરફથી ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ(એફઓસી) આપવામાં આવ્યું હતું. બાદમાં તેજસ હથિયારબંધ ફાઈટર જેટ તરીકે એરફોર્સમાં જોડાશે. સેમિલોકના ચીફ એક્ઝિક્યુટિવ પી જયપાલે તેનું સર્ટિફિકેટ અને સેવા માટે મોકલવામાં આવનાર દસ્તાવેજ એર ચીફ માર્શલ બીએસ ધનોઆને આપ્યા.

આ પ્રસંગે ધનોઓએ કહ્યું કે એરફોર્સ માટે આ એક મહત્વની વાત છે. એરક્રાફટ પહેલા જ તેની મારક ક્ષમતાનું પ્રદર્શન કરી ચૂક્યું છે. 16 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પોખરણમાં એરફોર્સની વાયુશક્તિ ડ્રિલમાં તેજસે હવાથી જમીન અને હવાથી હવામાં હુમલો કરવાની ક્ષમતા બતાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here