Friday, December 3, 2021
Homeપુણામાં સરનામું મેળવવાના બહાને 5 વર્ષની બાળકીને ઘર પાસેથી ઊઠાવી યુવકની છેડતી
Array

પુણામાં સરનામું મેળવવાના બહાને 5 વર્ષની બાળકીને ઘર પાસેથી ઊઠાવી યુવકની છેડતી

સુરત: પુણામાં શ્રમજીવી પરિવાર ઘરે જ દુકાન ચલાવે છે. ગુરૂવારે બપોરે પરિવારની 5 વર્ષની બાળકી ઘરની બહાર રમી રહી હતી. તે સમયે એક અજાણ્યો આ બાળકીને સરનામું પુછવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. 50 ફૂટ સુધી ગયા બાદ બાળકીએ યુવકના હાથમાંથી પોતાના હાથ છોડાવીને ભાગીને ઘરે આવી ગઈ હતી. કેમેરામાં 20 વર્ષનો યુવક નજરે પડ્યો છે. બાળકીના પિતાએ અજાણ્યા વિરૂદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

પાંડેસરામાં રહેતા 15 વર્ષના સગીરે નજીકમાં રહેતી સગીરાને વાતોમાં ભોળવી તેના ઘરે લઈ જઈ ઘૂસી બળાત્કાર કર્યો હતો. સગીરા જ્યારે બિલ્ડિંગના ધાબા ઉપર કપડા સુકાવા માટે ગઈ તે વખતે પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે તરુણી ઘરે એકલી રહેતી હતી અને તેના માતા-પિતા બંને મજૂરી કામે જતા હતા. તરુણીના પિતાએ ફરિયાદ કરતા સગીરને પકડી કાર્યદેસરની કાર્યવાહી કરી હતી. સગીર મિલમાં મજૂરી કામ કરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments