Thursday, October 21, 2021
Homeપુતિનની USને ધમકીઃ રશિયા ન્યૂક્લિયર સ્ટ્રાઇક્સ કરી 10-12 મિનિટમાં અમેરિકાને નષ્ટ કરશે
Array

પુતિનની USને ધમકીઃ રશિયા ન્યૂક્લિયર સ્ટ્રાઇક્સ કરી 10-12 મિનિટમાં અમેરિકાને નષ્ટ કરશે

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વની બે મોટાં શક્તિશાળી દેશો રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને બુધવારે અમેરિકાને ચેતવણી આપી હતી કે, યુરોપમાં કોઇ પણ પ્રકારે પરમાણુ હથિયારો ગોઠવવાની તૈયારીઓ કરી તો પરિણામ ભોગવવું પડશે. આજે વધુ એક વખત પુતિને અમેરિકા પર નિશાન સાધતા અમેરિકા સામે ક્યૂબા મિસાઇલ સંકટ ઉભું કરવાની ધમકી આપી છે. પુતિને કહ્યું કે, અમેરિકા પોતાની મુર્ખામી ના કારણે વધુ એક વખત આ પ્રકારના સંકટો ઉભા કરવા ઇચ્છે છે તો રશિયા હાલ પ્રથમ ન્યૂક્લિયર સ્ટ્રાઇક્સ કરવાની અણી પર ઉભું છે.

સંધિ ભંગના કારણે વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે શસ્ત્ર રેસ

શું છે ક્યૂબા મિસાઇલ સંકટ?
1962માં મોસ્કો અને અમેરિકા વચ્ચે ક્યૂબાન મિસાઇલ સંકટ ઉભું થયું હતું. આ વર્ષમાં મોસ્કોએ ક્યુબામાં બેલાસ્ટિક મિસાઇલ્સ ગોઠવીને તુર્કીમાં ગોઠવેલી અમેરિકાની મિસાઇલ્સને જવાબ આપ્યો હતો. આ વર્ષે વિશ્વ આખું ન્યૂક્લિયર વૉરની અણીએ પહોંચી ગયું હતું.
પાંચ દાયકા બાદ ફરી ન્યૂક્લિયર સંકટ
રશિયા અને અમેરિકા વચ્ચે પાંચ દાયકા બાદ વધુ એક વખત તણાવ ઉભો થવાનું મુખ્ય કારણ છે રશિયાનો ભય! રશિયાને શંકા છે કે અમેરિકા કોલ્ડ વૉરના સમયની સંધિના ઉલ્લંઘનના આરોપ બાદ યુરોપમાં ઇન્ટરમીડિએટ મિસાઇલ્સ ગોઠવી રહ્યું છે.
પુતિને આ આશંકાના પગલે બુધવારે મીડિયા સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, જો અમેરિકા યુરોપમાં મિસાઇલ્સ ગોઠવશે તો રશિયા માત્ર એ મિસાઇલના સ્થળો જ નહીં પણ અમેરિકા સામે પણ મિસાઇલ્સ હુમલો કરવા તૈયાર છે. મિસાઇલ ગોઠવવાની સ્થિતિમાં એવા દેશો ઉપર પણ હુમલો કરવામાં આવશે જ્યાં અમેરિકાએ હથિયારો ગોઠવ્યા છે.
છેલ્લાં ઘણાં સમયથી રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. જેના કારણે બંને દેશોએ ઇન્ટરમીડિએટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ ટ્રીટી (INF)ને અસ્થાયી રીતે રદ કરી દીધી છે. 1987માં થયેલી આ સંધિ હેઠળ બંને દેશ 500થી 5,500 કિમીની રેન્જવાળા પરમાણુ હથિયારો ખતમ કરવા પર સહમત થયા હતા.
અમેરિકા લાંબા સમયથી રશિયા સામે આ સંધિના ઉલ્લંઘનના આરોપ લગાવી રહ્યું હતું. જેને રદ કર્યા બાદ અમેરિકાએ ધમકી આપી હતી કે જો રશિયા પોતાની ક્રૂઝ મિસાઇલ્સને નષ્ટ નહીં કરે તો તેઓ INFને કાયમી રદ કરી દેશે.
રશિયા હાઇપર સોનિક મિસાઇલ્સ ગોઠવશેઃ પુતિન
પુતિને પહેલીવાર પોતાની ચેતવણી અંગે વિસ્તારપૂર્વક મીડિયાને જણાવ્યું કે, જો અમેરિકા પોતાના ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર વેપન્સ યુરોપમાં ગોઠવવાનું શરૂ કરશે તો રશિયા એવી હાઇપર સોનિક મિસાઇલ કે શિપ્સ અને સબમરિન ગોઠવી શકે છે જે અમેરિકાના પ્રાદેશિક જળ ક્ષેત્રોમાં આસાનીથી છૂપાઇ શકે છે.
પુતિને કહ્યું કે, અમે નેવલ ડિલીવરી વ્હિકલ્સની વાત કરી રહ્યા છે જે સબમરિન અથવા સરફૅસ શિપ્સ છે. આ ઉપરાંત અમે અમારી મિસાઇલ્સને સ્પીડ અને રેન્જ પર મુકી શકીએ છીએ. વળી, આ મિસાઇલ્સ સ્થિર નથી, પાણીમાં મુકી હોવા છતાં તે ગમે તે સ્થળે ફરી શકે છે અને અમેરિકાની ગુપ્ત મિસાઇલ્સને શોધી શકે છે. અમારી મિસાઇલ્સની સ્પીડ 9 ગણી છે અને તેની રેન્જ 1,000 કિમી સુધીની છે.
સંધિ ઉલ્લંઘન મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પુતિનની અગાઉની ચેતવણીને પોકળ ગણાવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, મોસ્કોના ઇન્ટરમીડિએટ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સ (INF)ના ઉલ્લંઘનના અમેરિકાના આરોપોથી દુનિયાનું ધ્યાન હટાવવા પુતિન આ પ્રકારના ખોટાં દાવાઓ કરી રહ્યા છે.
આ સંધિ હેઠળ અમેરિકા અને રશિયા પર ટૂંકા અને ઇન્ટરમીડિએટ રેન્જ, લેન્ડ બેઝ્ડ મિસાઇલ્સને ગોઠવવા પર પ્રતિબંધ છે, આ સંધિના કથિત ભંગના કારણે જ વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચે શસ્ત્ર રેસ શરૂ થઇ છે.
પુતિને કહ્યું કે, અમેરિકા સાથે અમે સારા સંબંધો ઇચ્છીએ છીએ અને રશિયા ક્યારેય ન્યૂક્લિયર સ્ટ્રાઇક્સની શરૂઆત નહીં કરે. પરંતુ જો અમેરિકા યુરોપમાં મિસાઇલ્સ ગોઠવવાનું ચાલુ રાખશે તો મોસ્કો 10થી 12 મિનિટની અંદર-અંદર હુમલો કરવા સક્ષમ છે.
પ્રેસિડન્ટે વધુમાં કહ્યું કે, તેની નૌસેના માત્ર એક ઇશારાની રાહ જોઇ રહ્યું છે. જો અમેરિકા તરફથી હુમલાની સંભાવના હશે તો યુએસની મિસાઇલ મોસ્કોને નષ્ટ કરે તેના ઓછા સમયમાં જ રશિયા અમેરિકાને નષ્ટ કરી દેશે. કારણ કે, રશિયાની મિસાઇલ્સનો ફ્લાઇટ ટાઇમ ઓછો છે. જો સમયની ગણતરી પણ રશિયાના પક્ષે નહીં હોય તેમ છતાં અમેરિકાને નષ્ટ કરવામાં રશિયા પાછળ વળીને નહીં જુએ તે નક્કી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments