Saturday, October 23, 2021
Homeપુરુષો માટે આવી ગયુ ખાસ ઇન્જેક્શન, 13 વર્ષ સુધી નહીં થાય બાળક...
Array

પુરુષો માટે આવી ગયુ ખાસ ઇન્જેક્શન, 13 વર્ષ સુધી નહીં થાય બાળક ના કોઇ ટેન્શન

અત્યાર સુધી તમે મહિલાઓના અસુરક્ષિત સેક્સ સંબંઘ બાદ ગર્ભધારણથી બચવા માટે ગરભનિરોધક ગોળી લેતા જોઇ હશે, પરંતુ હવે મહિલાઓ એનાથી છુટકારો મેળવી શકે છે. ખૂબ જલ્દી બજારમાં પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્દેક્શન આવવાનું છે અને આ પૂરી રીતે સુરક્ષિત હોવાની સાથે ખૂબ કારગર હશે.

વાસ્તવમાં ભારતીય વૈજ્ઞાનિકોએ પુરુષો માટે ગર્ભનિરોધક ઇન્જેક્શન ડેવલપ કર્યું છે, જેની અસર 13 વર્ષ સુધી રહેશે. આ ઇન્જેક્શન લગાવ્યા બાદ પુરુષોને નસબંધીની જરૂર પડશે નહીં, ઇન્જેક્શનનો ટ્રાયલ પૂરો થઇ ગયો છે અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એનો રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે જલ્દીથી આ ઇન્જેક્શન બજારમાં લાવવાની મંજૂરી મળશે.

ICMR ના વૈજ્ઞાનિક ડોક્ટરોનું કહેવું છે કે આ રિવર્સિબલ ઇનબિશન ઓફ સ્પર્મ અંડર ગાઇડન્સ છે, જે એક પ્રકારનું ગર્ભનિરોધક ઇન્જેક્શન છે. એમને જણાવ્યું કે અત્યાર સુધી પુરુષોના સ્પર્મનું ટ્રાન્જેક્શન રોકવા માટે ગર્ભનિરોધક ઓપરેશન કરાવવાની જરૂર પડતી હતી, પરંતુ આ ઇન્જેક્શન આવ્યા બાદ પુરુષોની આ પરેશાની દૂર થઇ જશે. એક વખત આ ઇન્જેક્શનને લગાવ્યા બાદ આ 13 વર્ષ સુધી કામ કરશે.

નસબંધીની સર્જરીમાં જે બે નસને કાપી નાંખવામાં આવે છે, એ જ બે નસોમાં આ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ એ નસો હોય છેજેમાં સ્પર્મ ટ્રાવેલ કરે છે. ઇન્જેક્શન આપ્યા બાદ સ્પર્મ તૂટી જશે અને ગર્ભધારણ થઇ શકશે નહીં. એના માટે બંને નસોમાં 60 એમએલના ડોઝનું એક એક ઇન્જેક્શન આપવામાં આવશે.

ડોક્ટરોએ જણાવ્યું કે આ ઇન્જેક્શનને ઉંદર, કાચબા અને અન્ય જાનવરો પર ટ્રાયલ કરવામાં આવ્યો છે. જાનવરના ટ્રાયલ બાદ ઇન્જેક્શનનો 303 લોકો પર ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં 97.3% સુધી આ ઇન્જેક્શનને એક્ટિવ મેળવવામાં આવ્યું. આ ઉપરાંત ઇન્જેક્શન 99.2% પ્રેગનેન્સી રોકવા માટે કારગર સાબિત થયું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments