Friday, December 3, 2021
Homeપુલવામાનો બદલો પૂરો, મોદીએ કહ્યું- દેશ સુરક્ષિત હાથોમાં છે તેને કોઈ કાળે...
Array

પુલવામાનો બદલો પૂરો, મોદીએ કહ્યું- દેશ સુરક્ષિત હાથોમાં છે તેને કોઈ કાળે ઝુકવા નહીં દઉ

ચુરુ, રાજસ્થાન: લોકસભા ચૂંટણી 2019માં ફરી સત્તામાં પરત આવવા માટે વડાપ્રધાન મોદીએ એક પછી એક રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરી રહ્યાં છે. આ કડીમાં વડાપ્રધાન મોદી મંગળવારે રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી સંબોધિત કરવા પહોંચ્યા. પાકિસ્તાનમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ PMની આ પહેલી રેલી છે.

વડાપ્રધાન મોદીએ ચુરુની રેલીમાં કહ્યું કે આજે દેશનો મિજાજ અલગ છે. તેઓએ કહ્યું કે દેશને વિશ્વાસ અપાવવા માંગુ છુ કે દેશ સુરક્ષિત હાથોમાં છે. વડાપ્રધાને કહ્યું કે 2014માં મેં કહ્યું હતું કે સોગંદ છે મને તે માટીની કે હું દેશને ઝૂકવા નહીં દઉ. PMએ કહ્યું કે દેશથી મોટું કંઈ જ નથી હોતું. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા વાંચી હતી.

તેઓએ કહ્યું કે સોમવારે જ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક દેશને સમર્પિત કર્યું. વડાપ્રધાને કહ્યું કે મેં પૂર્વ સૈનિકોને OROP આપવાનો વાયદો કર્યો હતો, અમારી સરકાર હજુ સુધી 35 હજાર કરોડ રૂપિયા વિતરિત કરી ચુકી છે. તેઓએ કહ્યું કે અમારા માટે પક્ષથી મોટો દેશ, અમે દેશની સેવામા જોતરાયેલાં છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments