Tuesday, September 21, 2021
Homeપુલવામામાં સેનાએ જૈશ કમાન્ડર મુદ્દસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા, મોટી માત્રામાં...
Array

પુલવામામાં સેનાએ જૈશ કમાન્ડર મુદ્દસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા, મોટી માત્રામાં હથિયારો મળ્યા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ. સર્ચ ઓપરેસન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ હજી કરવામાં આવી નથી. સેનાએ આતંકીઓના લાશ કબજે કરી લીધી છે. તેમની પાસેથી હથિયારનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે.

નોંધનીય છે કે પુલવામા હુમલામાં મુદ્દસિરનો ખૂબ મોટો હાથ હતો. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદ જોઈન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને પુલવામા હુમલાનું કાવતરું ઘડવામાં સામેલ હતો.

થોડા દિવસ પહેલાં જ આ વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના 2 આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા હતા. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા પછી સેના અને રાજ્ય પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધારી દીધું છે. જ્યારે 4 માર્ચે ત્રાલમાં પણ સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા હતા. સેનાએ આ આતંકીઓ જે ઘરમાં છુપાયા હતા તે ઘર જ ઉડાવી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments