પુલવામામાં સેનાએ બે આતંકીઓ ઠાર માર્યાં, અનંતનાગમાં પણ અથડામણ

0
25

આજરોજ જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે બે જગ્યા પર અથડામણ જોવા મળી છે. જેમાં પુલવામાં જિલ્લાના અવંતીપોરામાં તેમજ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં જિલ્લાના અવંતીપોરાના પંજગામમાં સેનાની સંયુક્ત ટીમ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થઇ ગઇ હતી. સેનાએ બે આતંકી ઠાર માર્યાં છે. આ આતંકીને મારવા માટે 130 બટાલિયન સીઆરપીએફ, 55 રાષ્ટ્રીય રાઇફલ્સ (આરઆર) અને સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી)એ મળી સંયુક્ત કાર્યવાહી કરી છે.

જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત આતંકીઓ સાથે અથડામણથી થતાં 2 આતંકીઓને ઠાર મારવામાં સુરક્ષાબળને સફળતા મળી છે. આજે પુલવામા જિલ્લાના અવંતીપોરાના પંજગામમાં અને અનંતનાગમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આતંકીઓએ સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કરતા સુરક્ષાબળના જવાનોએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

સુરક્ષાબળે પુલવામાના અવંતીપોરામાં બે આતંકીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલના આતંકી શૌકત અહમદ ડારને ઠાર માર્યો છે. જો કે હજુ પણ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે જમ્મૂ-કશ્મીરમાં વિવિધ ત્રણ જગ્યાએ થયેલી અથડામણમાં 6 આતંકીઓનો ઘાટીમાંથી સફાયો બોલાવવામાં આવ્યો હતો. જેમાં એક આતંકી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર પણ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here