Friday, December 3, 2021
Homeપુલવામા આતંકી હુમલાને પગલે આ 3 ફિલ્મો પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ, લેવાયો...
Array

પુલવામા આતંકી હુમલાને પગલે આ 3 ફિલ્મો પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ, લેવાયો નિર્ણય

પુલવામા આંતકી હુમલાને ધ્યાનમાં રાખીને અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ ‘લુકા છુપી’ અને દિલજીત દોસાંઝની ‘અર્જુન પટિયાલા’ પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને એક નિવેદનના માધ્યમથી તેની જાહેરાત કરી કે, તેણે ફિલ્મોના પાકિસ્તાન વિતરક સાથે કરાર રદ્દ કરી દીધો છે અને હવે તેનું બેનર મૈડોક ફિલ્મ્સ લુકા છુપી, અર્જુન પટિયાલા અને મેડ ઇન ચાઇનાને પાકિસ્તાનમાં રિલીઝ થશે નહીં.

રોમેન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલા ૩ મેએ રિલીઝ થશે

ટોટલ ધમાલના નિર્માતાઓએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, તે પાકિસ્તાનમાં કોમેડી એન્ટરટેઇનમેન્ટ રિલીઝ કરશે નહીં. આ નિર્ણય જમ્મૂ તથા કાશ્મીરમાં પુલવામામાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ લેવામાં આવ્યો છે. લુકા છુપી એક એવી દંપતિની કહાની છે, જો લિવ-ઇનમાં રહેવાનો નિર્ણય કરે છે અને કઈ રીતે તેનો પરિવાર તેના વિચારો સાથે જોડાઈ છે. નવોદિત લક્ષ્મણ ઉતેકર દ્વારા માર્ગદર્શિત ફિલ્મ ૧ માર્ચે રિલીઝ થશે. રોહિત જુગરાજ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ અર્જુન પટિયાલા ૩ મેએ રિલીઝ થશે.

કાશ્મીરમાં 155 રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો

પુલાવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના તમામ 22 ભાગલાવાદી નેતાઓની સુરક્ષા હટાવી લેવાઈ છે.   જેમા સઈદ અલી શાહ ગિલાની, સઈદ મોસવી, મોલાના અબ્બાસ અંસારીનો પણ સમાવેશ થાય છે.   આ ઉપરાંત  જમ્મુ અને કાશ્મીરમાં 155 રાજકીય વ્યક્તિઓની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના માટે સરકારે એક ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ છે.

એક હજાર પોલીસ જવાન અને 100થી વધુ સરકારી ગાડીઓ હતી

ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હુર્રિયત નેતા અને રાજકીય નેતાઓની સુરક્ષામાં એક હજાર પોલીસ જવાન અને 100થી વધુ સરકારી ગાડીઓ હતી. જેને હવે હટાવી લેવામાં આવી છે.  આ પહેલા સરકારે મીરવાઈઝ ઉમર ફારૂખ, અબ્દુલ ગની બટ, બિલાલ લોન અને શબ્બીર શાહની સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓની સુરક્ષા પાછળ 15 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવતો હતો. ત્યારે પુલાવામામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભાગલાવાદીઓની સુરક્ષા પર સરકારે હમેશા માટે કાપ મુક્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments