પુલવામા આતંકી હુમલા બાદ ચીનની અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા મુદ્દે ફેરવિચારની ચાલ

0
32

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કાફલાને પોતાનું નિશાન બનાવ્યું છે. આ આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતા. આ ધટના બાદ દેશમાં પાકિસ્તાનની વિરૂદ્ધ ગુસ્સો છે. એવામાં ચીન પાકિસ્તાનના આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પોતાના વલણ અંગે ફેરવિચાર કરી રહ્યું છે.

હુમલાની નિંદા, અઝહરનો ઉલ્લેખ નહીં

ચીને સુષ્મા સ્વરાજને સંદેશ મોકલ્યો

ચીનના વિદેશ મંત્રીએ આ હુમલાની નિંદા કરી છે. જો કે, આ નિવેદનમાં અઝહરનો કોઇ ઉલ્લેખ નથીય ચીનના આ સંવેદનશીલ મુદ્દા પર પોતાનો નિર્ણય લેતા પહેલાં તમામ વિકલ્પો પર ધ્યાન આપી રહ્યું છે, કારણ કે આનાથી તેઓનો સહયોગી દેશ પાકિસ્તાન નારાજ થઇ શકે છે. ચીને અનેકવાર પાકિસ્તાનની મદદ કરતા યુનાઇટેડ સિક્યોરિટી કાઉન્સિલને અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં અવરોધો ઉભા કર્યા છે.

પોતાના વલણ પર ફેરવિચારના સંકેત એક આતંરિક રિવ્યૂમાં મળે છે જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને એક સંદેશ મોકલ્યો છે. જેમાં વાંગ યીએ સીઆરપીએફના જવાનોની શહીદી પર શોક વ્યક્ત કર્યો છે. બીજો સંકેત એ નિવેદન પરથી મળે છે જેમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અઝહર પર કોઇ પણ નિર્ણય લેતા પહેલાં  નિષ્પક્ષ અને પ્રોફેશનલ રીતે તેને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવા માટે ચીન UNSC (યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ)ની બેઠકમાં ભાગ લેશે.
ચીને નિવેદનમાં લખ્યું છે કે, અમે આ મુદ્દે ભારત સહિત તમામ પક્ષોની સાથે વાતચીત કરવાનું યથાવત રાખીશું. આનાથી જાણકારી મળે છે કે, ચીન ભારતની સાથે આગળની વાતચીત કર્યા બાદ તેના પર વિચાર કરવા ઇચ્છે છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, એવી આશા રાખવી પણ ઉતાવળ ગણાશે કે ચીન કોઇ ફાયદો જોયા વગર જ પોતાના નિવેદન કે વલણ પરથી પલટી જાય.

પૂર્વ રાજકીય અને રણનીતિ નિષ્ણાત ફૂચચોક સ્ટોબડૈને કહ્યું કે, ચીન એક મોટી સોદાબાજી કર્યા બાદ જ મસૂદ અઝહર પર પોતાના વલણમાં બદલાવ લાવવાનો વિચાર કરી શકે છે. તેના બદલે તેણે ભારત પાસેથી કેટલીક રાહતની આશા હશે. તેઓએ કહ્યું કે, ઘણી બાબતો તેના પર નિર્ભર કરશે કે ચીન સાથે સાર્વજનિક માગણી કરવાના બદલે ભારત કેવી રીતે આ મુદ્દા પર ભાવતાલ કરે છે. ચીનના નેતા ભારતની માગણી આગળ નથી ઝૂકતા કારણ કે, આનાથી પાકિસ્તાનમાં તેની છબીને નુકસાન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here